ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત:અંજારના વોર્ડ નંબર ત્રણમાં વગર વરસાદે પાણીની નદીઓ વહેવા લાગી, દૂરના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા રોષ - Alviramir

ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત:અંજારના વોર્ડ નંબર ત્રણમાં વગર વરસાદે પાણીની નદીઓ વહેવા લાગી, દૂરના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા રોષ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Ward Number Three Of Anjar, Rivers Of Water Began To Flow Due To Rains, Causing Further Fury As Sewage Water Continued To Reach Far flung Areas.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી

ઐતિહાસિક શહેર અંજાર વરસાદ બાદ ગંદકીનું શહેર બની ગયું હોય તેવા દ્રષ્યો સર્જાયા છે. શહેરના વોર્ડ નંબર ત્રણમાં વગર વરસાદે ગટરના પાણીની નદીઓ વહેવા માંડી છે. દૂરના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીથી લોકો ત્રસ્ત બન્યા છે. જાહેર માર્ગો પર રેલાતા દૂષિત પાણીથી બાળકો બિમાર પડી રહ્યાની બૂમ ઉઠી છે.

ગટરની સમસ્યામાંથી મુક્તિ અપાવવાની માગ
અંજારના વોર્ડ નંબર ત્રણ રહીશોએ જણાવ્યું હતું કે, ગટર સમસ્યા વિશે નગરપાલિકા પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. આ વિસ્તારના કાઉન્સિલર અને અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજાએ લોકોની મુલાકાત લઈ આ ગંભીર સમસ્યા અંગે જાણકારી મેળવી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. લોકોને ગટરના પાણી અંગે પડતી સમસ્યાથી મુક્તિ અપાવવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment