ગમખ્વાર અકસ્માત:શામળાજીમાં મોડી રાત્રે બે બાઇકો સામસામે પૂરપાટ ઝડપે ટકરાયા; બાઈક સવારનું ઘટનાસ્થળે મોત જ્યારે 2 ઈજાગ્રસ્ત - Alviramir

ગમખ્વાર અકસ્માત:શામળાજીમાં મોડી રાત્રે બે બાઇકો સામસામે પૂરપાટ ઝડપે ટકરાયા; બાઈક સવારનું ઘટનાસ્થળે મોત જ્યારે 2 ઈજાગ્રસ્ત

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજસ્થાનના બે યુવકો મોડી રાત્રે યાત્રાધામ શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. તેવામાં સામેથી પુરપાટ ઝડપે આવતા અન્ય એક બાઇક ચાલકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે રાજસ્થાનના બાઇક ચાલક અને અન્ય એક બાઇક ચાલક રોડ પર પટકાયા હતા. જેના કારણે રાજસ્થાનના બાઇક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય બે ને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. શામળાજી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment