ગાયોમાં વકરતી મહામારી:પશ્ચિમ કચ્છ, ભુજ, અંજાર, ગાંધીધામ તાલુકાઓ પછી રોગનો વિકરાળ પંજો હવે મુન્દ્રા પંથક સુધી લંબાયો - Alviramir

ગાયોમાં વકરતી મહામારી:પશ્ચિમ કચ્છ, ભુજ, અંજાર, ગાંધીધામ તાલુકાઓ પછી રોગનો વિકરાળ પંજો હવે મુન્દ્રા પંથક સુધી લંબાયો

મુન્દ્રાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગૌધનના કતારબધ્ધ મૃતદેહો જોવા મળતાં હાહાકાર
  • કારાઘોઘામાં 70 મૃતદેહ સડી ગયા

સમગ્ર જિલ્લામાં પશુધનમાં વ્યાપક પ્રમાણમાં નજર આવતા લમ્પી રોગનો વિકરાળ પંજો ઔદ્યોગિક નગરીમાં દેખાયો હતો. જેમાં મુન્દ્રા તાલુકાની કારાઘોઘા સીમમાં કતારબંધ ગૌધનના મૃતદેહો જોવા મળતાં હાહાકાર વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સમેત પશુ ડોક્ટરોની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અત્યંત દુર્ગંધ મારતાં ગાયોના કોહવાયેલા મૃતદેહોની દફનવિધિ હાથ ધરી હતી.

એક તબક્કે અંદાજિત બસો થી અઢીસો મૃતદેહ મળી આવ્યાના અહેવાલ વહેતા થતાં લોકોમાં વિવિધ અટકળો વહેતી થઇ હતી. પરંતુ ઘટના સંદર્ભે સ્થળ પરથી માહિતી આપતાં પશુધન નિરીક્ષક હરેશભાઇ પટેલે ચોપગા પશુઓની અંદાજિત સંખ્યા 70 હોવા ઉપરાંત તમામ પશુઓ ભુજપુર ગામ તેમજ ત્યાંની પાંજળાપોળના હોવા બાબત પર પ્રકાશ પાડી મોડી સાંજે તાલુકા વિકાસ અધિકારી એચ ત્રિવેદી, વિસ્તરણ અધિકારી ભગીરથ ગોહિલ, ભુજપરના રાજલબેન ગઢવી તથા તલાટી ગોરધન ગોહિલની હાજરીમાં મૃતદેહોને દફન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

બનાવને પગલે મુન્દ્રાના જીવદયાપ્રેમીઓએ પણ ગૌધનના હિતમાં બેઠક બોલાવી નગરમાં સેવાકીય પગલાં ભરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. અગાઉ લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં 2000થી વધુ ગાયોના મોત થઇ ચૂક્યા છે.

મુન્દ્રામાં બે દિવસથી અનેક વિસ્તારોમાં ગાયો મોતને ભેટી
સ્થાનિકે ગૌસેવા માટે સતત કાર્યરત રહેતા માણેક ગઢવીએ છેલ્લા બે દિવસથી મુન્દ્રા ના અનેક વિસ્તારોમાં ગાયો મોતને ભેટતી છુટા છવાયા બનાવો બનતા હોવાની લાગણી દર્શાવી અહીં પણ તેનો આંક પચાસ ને પાર કરી ગયો હોવા નું જણાવી આગોતરી તૈયારી રૂપે વિવિધ સંસ્થાઓ તથા યુવાનોને શબના વેળાસર નિકાલ માટે આગળ આવવાની હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment