ગુજરાતની મુલાકાતે:કોસ્ટગાર્ડના વેસ્ટર્ન સી-બોર્ડના કમાન્ડર જખૌની મુલાકાતે,સુરક્ષા બાબતે કરશે પરામર્શ - Alviramir

ગુજરાતની મુલાકાતે:કોસ્ટગાર્ડના વેસ્ટર્ન સી-બોર્ડના કમાન્ડર જખૌની મુલાકાતે,સુરક્ષા બાબતે કરશે પરામર્શ

ભુજ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોસ્ટગાર્ડના કમાન્ડર ગુજરાતના પ્રવાસે આવ્યા છે,તેઓ જખૌ કોસ્ટગાર્ડ મથકની મુલાકાત લઈ અધિકારીઓ સાયહે દરિયાઈ સુરક્ષા અને આગામી ગતિવિધિઓ સહિતની બાબતે પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપશે તેવું જાણવા મળ્યું છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ રાજન બરગોત્રા, PTM, TM, કોસ્ટગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) 20 જુલાઈ સુધી ગુજરાતની મુલાકાતે છે.

મુલાકાત દરમિયાન તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડ (પશ્ચિમ સીબોર્ડ)ની એકંદર ઓપરેશનલ તૈયારી અને તત્પરતાની સમીક્ષા કરવા માટે પોરબંદર અને જખૌ ખાતેના સ્ટેશનની જાત મુલાકાત લેવાના છે જે બાદ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય અને કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય દમણ અને દીવ ખાતે રિવ્યુ મીટીંગ યોજસે.

મુલાકાત દરમિયાન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરવા ઉપરાંત પ્રદેશમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરશે. કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ), ADG રાજન બરગોત્રા ગુજરાતથી કેરળ અને લક્ષદ્વીપ અને મિનિકોય (L&M) ટાપુઓ સુધીના સમગ્ર પશ્ચિમી સીબોર્ડમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ચાર્ટર માટેની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment