ગેરરીતિ સંદર્ભે ફરિયાદ:RTOમાં એક જ બેચના બે અધિકારી વચ્ચે ઝઘડાનો કિસ્સો શાંત થયો પણ શમ્યો નહીં - Alviramir

ગેરરીતિ સંદર્ભે ફરિયાદ:RTOમાં એક જ બેચના બે અધિકારી વચ્ચે ઝઘડાનો કિસ્સો શાંત થયો પણ શમ્યો નહીં

ભુજ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વાહનોમાં ગ્લિચની એરર અને ટેસ્ટટ્રેકના કામોમાં ગેરરીતિ સંદર્ભે થઈ હતી ફરિયાદ

અઠવાડિયા પહેલા ભુજની આરટીઓ કચેરીમાં અધિકારી અને ઇન્સ્પેક્ટર વચ્ચે ઝઘડો થયો હતો જે કિસ્સામાં ગાંધીનગર કમિશનર સુધી ફરિયાદ પણ ગઈ છે જોકે,રાજકીય ભલામણ અને ઉપરી અધિકારીઓની સૂચનાથી આ કિસ્સો હાલમાં શાંત થઈ ગયો છે પણ શમ્યો નથી.ઇન્સ્પેક્ટર એવું કહેતા હતા કે,હું ઝુકીશ નહિં તેમણે આ ઉક્તિ સાર્થક કરી છે કારણકે રાજકીય નેતાઓ,ટ્રાન્સપોર્ટરો અને આરટીઓના જ ઉપરી અધિકારીઓ સાથે આ મુદ્દે ભલામણો ચલાવી મામલો શાંત પાડી દેવાયો છે પણ અધિકારી પાસે પુરાવા હોઈ તેઓ મન મક્કમ રાખીને પોતાની કાર્યશૈલી પર અડગ હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે.

વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે,અધિકારી અને ઇન્સ્પેક્ટર બંને એક જ બેચના અધિકારી છે,જોકે એક ઓફિશિયલ અધિકારી છે તો બીજા પોતાને અધિકારી માને છે.વાહનોમાં ગ્લિચની એરર અને ટેસ્ટટ્રેકના કામોમાં ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ અધિકારી સુધી આધાર-પુરાવા સાથે ગઈ હતી.જેથી આ વિવાદ સર્જાયો છે.જ્યારથી વિવાદ થયો ત્યારથી ઇન્સ્પેક્ટરોના સંગઠનમાં હોદ્દો ધરાવતા આ નિરીક્ષક મિટિંગોમાં વ્યસ્ત બની ગયા હોઇ તેમના રૂટીન કામો પણ ફોલ્ડરીયાઓએ કર્યા હોવાનું ચર્ચાય છે.

સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આ બાબત પર પ્રકાશ પડી શકે તેમ હોવાનો દાવો કરાયો છે.હવે મામલો શાંત પડી ગયો છે પણ અન્ટશ જારી હોઈ તેની અસર કચેરીમાં દેખાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે,હાલમાં અધિકારી ભ્રષ્ટાચાર હટાવવાના મૂડમાં છે પણ બીજીતરફ ઇન્સ્પેક્ટર ઢાંકપીછોડો કરવા માટે દોડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હજી પણ નવા જૂની થવાના ભણકારા વાગી રહ્યા છે.

જે લોકોએ ફરિયાદ કરી તેઓને મનાવવા પ્રયાસો
જે લોકોએ ફરિયાદ કરી હતી,તે અરજદારોને શોધીને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે,આ માટે રાજકીય અગ્રણીની ઓફિસમાં બેઠક પણ મળી હતી.

અહીંયા મામલો શાંત પડશે કમિશ્નર કચેરીનું શુ ?
ગ્લિચની એરર અને ટેસ્ટટ્રેકની કામગીરીમાં સર્જાયેલા વિવાદમાં ભલામણો થકી અહીં મામલો શાંત પડી જશે પણ કમિશનર કચેરીએ ફરિયાદ ગઈ હોવાથી ત્યાંથી કેવા પ્રકારના પગલાં લેવાય છે તે જોવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment