ગ્રાહકોએ સોસાયટીને પાર્કિંગ બનાવી દીધી:વાહનો હટાવવા ટ્રાફિક પોલીસને મૉલમાં જઈને માઇક પર એનાઉન્સ કરવું પડ્યું - Alviramir

ગ્રાહકોએ સોસાયટીને પાર્કિંગ બનાવી દીધી:વાહનો હટાવવા ટ્રાફિક પોલીસને મૉલમાં જઈને માઇક પર એનાઉન્સ કરવું પડ્યું

ગાંધીનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

રસ્તો ખોલાવવા ટ્રાફિક પોલીસને ડી માર્ટમા અંદર પ્રવેશી એનાઉન્સ કરવંુ પડ્યું

  • સે.26 ગ્રીનસિટીસ્થિત મૉલનું પાર્કિંગ ફૂલ થઈ જતાં મુલાકાતીઓએ સોસાયટીના પ્રવેશદ્વારે પાર્ક કરતાં રહીશોને પોલીસ બોલાવવી પડી
  • પોલીસે પહેલાં બહારથી જાહેરાત કરી, મૉલના મૅનેજરે પણ એનાઉન્સ કર્યું છતાં લોકો વાહનો લેવા ન આવ્યા

સેક્ટર 26 ગ્રીનસિટી ખાતેના મૉલમાં ખરીદી કરવા આવનારા ગ્રાહકોથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. રોજની જેમ સોમવારે પણ મૉલનું પાર્કિંગ ફૂલ થઈ જતાં મુલાકાતીઓએ સેક્ટરના પ્રવેશદ્વાર ઉપર જ વાહનો પાર્ક કરી દીધાં હતાં. આથી રોષે ભરાયેલા રહીશોને ટ્રાફિક પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે સૌપહેલાં બહારથી માઇક પર વાહનો લઈ લેવા જાણ કરી હતી. આમ છતાં કોઈ બહાર ન આવતાં મૉલના મૅનેજર પાસે એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. આની પણ લોકોને અસર ન થતાં ટ્રાફિક એએસઆઇએ મૉલમાં જઈ માઇક પરથી એનાઉન્સમેન્ટ કરવાની ફરજ પડી હતી.

મૉલના મુલાકાતીઓના આડેધડ પાર્કિંગને કારણે સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. સોમવારે પણ આડેધડ પાર્કિંગ થતાં રહીશોએ ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક એએસઆઇ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સોલંકી ટીમ સાથે પહોંચ્યા બાદ 1 કલાક સુધી બહારથી માઇકમાં એનાઉન્સ કર્યું હતું. આમ છતાં વાહનમાલિકો બહાર ડોકાયા નહોતા. આથી એએસઆઇ મૉલમાં ગયા અને મૅનેજરને વાહનો હટાવડાવવા કડક આદેશ કરતાં મૅનેજરે પણ મૉલના સ્પિકરમાં એનાઉન્સ કર્યું હતું. તેમ છતાં કોઈ ફેર ન પડતાં ટ્રાફિક જમાદારે તેમના માઇકથી એનાઉન્સ કરવું પડ્યું હતું. આખરે 2 કલાક સુધીની માથાકૂટ પછી વાહનો હટાવવામાં પોલીસને સફળતા મળી હતી.

અગાઉ મોલના રોડ ઉપરનો દરવાજો બંધ કરાવ્યો હતો
મોલના સંચાલકોએ મોલ શરૂ કર્યા પછી ક રોડ ઉપર જ દરવાજો પાડી દીધો હતો. જેનાથી ટ્રાફિકની સમસ્યા તો થતી જ હતી, પરંતુ અકસ્માતનું જોખમ ઘણું વધી ગયું હતું. તે સમયે ટ્રાફિક પોલીસે ડી માર્ટનો દરવાજો કાયમી ધોરણ માટે બંધ કરાવી દીધો હતો.

પાટનગરમાં ટ્રાફિક માટે માથાનો દુખાવો સાબિત થનારી જગ્યાઓ
આગામી સમયમાં સેક્ટર 25ના ફાટક પાસેની મૉલ, સેક્ટર 21નું ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, ન્યૂ ગાંધીનગરમાં રીલાયન્સ ચોકડી, સેક્ટર 24, સેક્ટર 23માં શૈક્ષણિક સંકુલ પાસેના લારી-ગલ્લાનાં દબાણો, સેક્ટર 11, સેક્ટર 16 બૅન્ક રોડ અને સેક્ટરર 17/22 ટ્રાફિક સમસ્યાનાં સ્થાન બનશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment