ઘરફોડ ચોરી:ખાવડામાં દુકાનનું છાપરૂં તોડી 14 હજારના બુટ-ચંપલની ચોરી - Alviramir

ઘરફોડ ચોરી:ખાવડામાં દુકાનનું છાપરૂં તોડી 14 હજારના બુટ-ચંપલની ચોરી

ભુજ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માધાપરમાં નવા બનતા મકાનમાંથી 30 હજારના વાયર ચોરાયા

પશ્ચિમ કચ્છમાં મંદિર અને મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં તાલુાકના ખાવડામાં દુ઼કાનમાંથી 14,450ની કિંમતના બુટ-ચંચલ અને માધાપરમાં નવા બનતા મકાનમાંથી રૂપિયા 30 હજારની કિંમતનો વાયર ચોરાઇ જવાના બનાવ પોલીસ ચોપડે ચડ્યા છે.

તાલુકાના રતાડિયા ગામે રહેતા અને ખાવડા મધ્યે રામમંદિરની બાજુમાં ગોવિંદ ફૂટવેર નામે બુટ-ચંચલની દૂકાન ધરાવતા ગોવિંદભાઇ ડોશાભાઇ ભદ્રુએ ખાવડા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું ક઼ે, બનાવ રવિવારની રાત્રી દરમિયાન બન્યો છે. ખાવડા ખાતે આવેલી તેઓની દુકાન ઉપરનું સીમેન્ટનું પતરૂ તોડી કોઇ અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરીને રૂપિયા 14,450ની કિંમતના બુટ-ચંપલની ચોરી કરી ગયા હતા.

ખાવડા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ કરી છે. તો, માધાપર ગામે રહેતા નરેશભાઇ મેઘરાજભાઇ ગઢવી પોતાના ઘરની બાજુમાં જ નવું મકાન બનાવી રહ્યા છે તે નવા મકાનમાંથી શનિવારે સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો રૂપિયા 30 હજારની કિંમતના વાયરોની ચોરી કરી ગયા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

મોટી સિંધોડીમાં ડૂપ્લીકેટ ચાવીથી તાળું ખોલી 22 હજારનો વાયર લઇ ગયા
અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી નં. 493માં ગત 8 જુલાઇના બપોરે અડધા કલાકમાં જ કોઇ અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવીથી પવનચક્કીના દરવાજાનું લોક ખોલી અંદરથી 275 મીટર વાયર કિંમત રૂપિયા 22,500ની ચોરી કરી જતાં મોટી સિંધોડી ગામના સિક્યુરીટી સુપરવાઇઝર કાનજીભાઇ ગોપાલભાઇ ગઢવીએ બનાવ અંગે જખૌ મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment