ઘરેઘરે સર્વેલન્સ:બોટાદ આરોગ્યતંત્ર રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા સજ્જ - Alviramir

ઘરેઘરે સર્વેલન્સ:બોટાદ આરોગ્યતંત્ર રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા સજ્જ

બોટાદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લાના 731 આરોગ્યકર્મીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ

બોટાદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બોટાદ શહેર અને ગ્રામિણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે જિલ્લાના 731 આરોગ્યકર્મીઓ દ્વારા ઘરેઘરે સર્વેલન્સની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામા આવી છે.આ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન ઝાડા, તાવ, શરદી-ઉધરસ જેવા લક્ષણો આધારિત જો દર્દીઓ મળી આવે તો તેમને સ્થળ પર જ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

આ ઉપરાંત મચ્છરના ઉત્પતિ સ્થાનોનો નિકાલ અને સોર્સ રીડક્શનની કામગીરી, એબેટ એપ્લિકેશન દ્વારા પોરાનાશકની કામગીરી, તમામ ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી તેઓ દ્વારા પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન, સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરવામા આવી રહી છે.

ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયંતભાઇ કનોરીયાએ જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુને ધ્યાને લઇ બોટાદ જિલ્લામા પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે અગ્ર સચિવ (આરોગ્ય), અધિક નિયામક (આરોગ્ય) દ્વારા વિડીયો કોન્ફરન્સ અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંચારી રોગ અટકાયતી માટે જિલ્લાકક્ષાની સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રોગચાળા નિયંત્રણ અને આરોગ્યલક્ષી સેવાઓની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન પૂરૂ પાડવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment