આણંદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ઉમરેઠ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઉમરેઠના ધુળેટા તાબે આવેલા સેખલીમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતાં યુવકે મરઘાના દાણની બોરી બારોબાર વેચી દીધી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે બે સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
ઉમરેઠના બાલાપીર સોસાયટીમાં રહેતા મંસુરઅલી નવાબઅલી પઠાણની ધુળેટા તાબે સેખલીપુરા સીમમાં પોલ્ટ્રી ફાર્મ આવેલું છે. આ ફાર્મ પર પ્રકાશ પ્રવિણ પરમાર છેલ્લા દોઢેક મહિનાથી નોકરી કરતો હતો. દરમિયાન 17મી જુલાઇની રાત્રિના પ્રકાશ પ્રવિણ પરમાર અને ચિરાગ ભરત સોલંકીએ સાથે મળીને રિક્ષામાં ફાર્મમાં મુકેલા મરઘાને ખવડાવવાના દાણની 12 બોરી જે એક બોરીની કિંમત રૂ.2300 મળી કુલ રૂ.27 હજાર 600ની ચોરી કરી ગયાં હતાં. આ અંગે મંસુરઅલીની ફરિયાદ આધારે ઉમરેઠ પોલીસે પ્રકાશ પરમાર અને ચિરાગ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…