ઘૂડખરોએ સુરક્ષિત સ્થાને આશરો લીધો:કચ્છના રણમાં નદીનું પાણી ફરી વળે એ પહેલા જ દુર્લભ ઘૂડખરોને અંદેશો આવી જતા બેટ પર સુરક્ષિત પહોંચ્યાં - Alviramir

ઘૂડખરોએ સુરક્ષિત સ્થાને આશરો લીધો:કચ્છના રણમાં નદીનું પાણી ફરી વળે એ પહેલા જ દુર્લભ ઘૂડખરોને અંદેશો આવી જતા બેટ પર સુરક્ષિત પહોંચ્યાં

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રણમાં દર વર્ષે રૂપેણ અને બનાસ નદીના પાણી ફરે વળે છે
  • તમામ 6000થી વધુ ઘૂડખરો અગમચેતીના ભાગરૂપે રણમાં અસ્તિત્વમાન 74 બેટ પર સુરક્ષિત પહોંચી ગયા

રણના સુરક્ષિત ટાપુ કચ્છના નાના રણમાં વરસાદની સાથે રૂપેણ અને બનાસ નદીનું પાણી આવે એ પહેલા જ રણના દુર્લભ ઘૂડખરોને અંદેશો આવી જતા બેટ પર પહોંચ્યાં હતા. ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો રણન‍ા ઘૂડખરોને પહેલેથી જ આવી જાય છે. આમ તો, રણકાંઠામાં ચાલુ ચોમાસાની સીઝનમાં નહિવત વરસાદ છે. પરંતુ વેરાન રણમાં રૂપેણ અને બનાશ સહિતની નદીઓના પાણી આવવા શરૂ થઈ ગયા છે, જેનો અંદેશો રણના દુર્લભ ઘૂડખરોને પહેલેથી જ આવી જતા તેઓ અગમચેતીના ભાગરૂપે રણમાં અસ્તિત્વમાન 74 બેટ પર સુરક્ષિત પહોંચી ગયા છે.

સમગ્ર વિશ્વમાં ઘૂડખરો માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે
રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખર સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેઇન અંતર્ગત કરેલી જાહેરાત બાદ રણના દુર્લભ ઘૂડખર વિશ્વ ફલક સુધી પહોંચ્યા હતા. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરોની સંખ્યા હાલ 6000ને પણ પાર પહોંચી છે.

નાનુ રણ ચોમાસામાં મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છેકચ્છનું નાનુ રણ ચોમાસાના ભારે વરસાદ બાદ મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. પરંતુ આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધી માંડ સાત ઇંચ જ વરસાદ ખાબકતા રણ ઉજ્જડ અને વેરાન જ રહ્યુ છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ રણમાં અચાનક રૂપેણ અને બનાસ સહિતની નદીઓના પાણી રણમાં ઠલવાયું હતું.

​​​​​​​ઘૂડખરો રણમાં અસ્તિત્વમાન બેટ પર સુરક્ષિત
​​​​​​​
રણમાં જ જોવા મળતા ઘૂડખરોને ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો પહેલેથી જ આવી જતો હોય એમ રણમાં રૂપેણ અને બનાસ સહિતની નદીઓના પાણી સમગ્ર રણમાં ફરી વળે એ પહેલા જ રણન‍ા તમામ ઘૂડખરો રણમાં આવેલા અસ્તિત્વમાન 74 બેટ જેવા કે વચ્છરાજ બેટ, પુંબ બેટ અને મરડક બેટ સહિતના બેટો પર સુરક્ષિત આશરો લીધો છે. હાલમાં રણના તમામ 6,000થી વધુ ઘૂડખરો રણમાં અસ્તિત્વમાન બેટ પર સુરક્ષિત છે.

હાલ રણ પ્રવાસીઓ માટે બંધ
​​​​​​​
રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઇ હાલમાં રણ-અભયારણ્ય 16 જુલાઇથી 15 ઓક્ટોબર સુધી સતત ચાર મહિના તમામ પ્રવાસીઓ માટે સંદતર બંધ છે. આગામી 16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ મુકવામાં આવશે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રણમાં નદીના પાણી આવ્યાં રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરો રણની શાન છે. જે ભારતીય પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હાલમાં રણકાંઠામાં તો વરસાદ નથી. પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની સાથે રૂપેણ-બનાશ સહિતની નદીઓના પાણી રણમાં ફરી વળ્યાં છે એ પહેલા જ અંદેશો આવી જતા રણના ઘૂડખરો બેટ પર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment