ચકચારીભર્યો બનાવ:વકીલને વિશ્વાસમાં લઇ સોનાની વિંટી, મોબાઇલ લઇ બે ગઠિયા છૂ - Alviramir

ચકચારીભર્યો બનાવ:વકીલને વિશ્વાસમાં લઇ સોનાની વિંટી, મોબાઇલ લઇ બે ગઠિયા છૂ

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહેસાણામાં રાધનપુર ચારરસ્તા પાસે ચકચારીભર્યો બનાવ

મહેસાણામાં વકીલાતની પ્રેક્ટીસ કરતાં યુવાનને રાધનપુર ચોકડી નજીક 30 વર્ષીય શખ્સ અને એક છોકરાએ વિશ્વાસમાં લઇ વિંટી, મોબાઇલ લઇ પલાયન થતાં વકીલે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા અનમોલ વિલા- 2 માં રહેતા 33 વર્ષીય વકીલ મિલનકુમાર મુકેશભાઇ મહેતા ગત તા. 15મી બપોરે રાધનપુર રોડ પર સાંજે 6 વાગે ગલ્લે ઉભા હતા. જ્યાં આશરે 11 થી 12 વર્ષના એક છોકરાએ આવી હિન્દીમાં વાત કરતા સુરત જાના હૈ કહાસે જા સકતા હું, પૈસે નહી તેવુ કહ્યું હતું.

દરમિયાન આશરે 30 થી 35 વર્ષનો શખ્સ વકીલ પાસે આવીને શું થયું તેમ કહી વાત કરવા લાગ્યા.વકીલે છોકરાને રૂ. 100 ભાડાના આપી બસમાં જવાનું આ શખ્સને કહ્યુ હતું. બાદમાં શખ્સે વકીલના ખભે હાથ મૂકી વાતચીત કરી વિશ્વાસમાં લઇ હાથે વિંટી સારી છે તેમ કહી જોવા માંગતા અડધા તોલા સોનાની વિંટીરૂ. 23000ની આપી હતી.બાદમાં છોકરાના ઘરે ફોન કરવાનું કહેતા શખ્સને વકીલે મોબાઇલ રૂ. 5હજારનો વાત કરવા આપ્યો હતો. વાતચીત કરી અને શખ્સે છોકરાને બસસ્ટેશન મૂકી આવુ છુ તમારે જવુ હોય તો જાવ તેમ કહેતા વકીલ બાઇક પાસે ગયા ત્યારે વિંટી અને ફોન પરત લીધો ન હોવાનું ધ્યાને આવતાં છોકરો અને શખ્સ જોવા ન મળતાં વકીલે 2 સામે કુલ રૂ. 28હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment