ચેક રિર્ટન કેસમાં સજા:મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકને આપેલો ચેક બાઉન્સ થતા આરોપીને 1 વર્ષની કેદ, રૂપિયા 9.09 લાખનો ચેક પરત ફર્યો હતો - Alviramir

ચેક રિર્ટન કેસમાં સજા:મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકને આપેલો ચેક બાઉન્સ થતા આરોપીને 1 વર્ષની કેદ, રૂપિયા 9.09 લાખનો ચેક પરત ફર્યો હતો

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બેંકની ધિરાણ સામે આપેલો ચેક બાઉન્સ થયો હતો, કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો

મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લીધેલા ધિરાણ પેટે આપવામાં આવેલો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો હતો. ચેક બાઉન્સ થતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ ફટકારી છે. આ મહિલા આરોપીએ 9 લાખ 5 હજાર 200નો ચેક આપ્યો હતો. અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ બેંકને જમા આપવા હુકમ કર્યો છે.
​​​​​​​અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી
​​​​​​​
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કમાંથી ચાવડા રંજનબા વનરાજસિંહે તારીખ 10 ઓક્ટોબર 2017ના રોજ 8 લાખનું ધિરાણ મેળવ્યું હતું અને પ્રોસિઝરી નોટ સહિતના દસ્તાવેજ આપ્યા હતા. આ ધિરાણ આપેલ 9 લાખ 6 હજારનો ચેક પરત ફર્યો હતો. બાદમાં બેંકે એડવોકેટ પી.પી.શાહ મારફતે અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આ કેસમાં આરોપીને દોષિત ઠરાવી કોર્ટ એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment