ચેન સ્નેચિંગ કરનાર ઝડપાયા:સુરેન્દ્રનગરમાં મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરનારા બે રીઢા આરોપીને પોલીસે દબોચી લીધા, દોઢ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - Alviramir

ચેન સ્નેચિંગ કરનાર ઝડપાયા:સુરેન્દ્રનગરમાં મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરનારા બે રીઢા આરોપીને પોલીસે દબોચી લીધા, દોઢ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સોનાના ચેઇન નંગ -2, મોબાઇલ ફોન નંગ -2, મોટરસાયકલ તેમજ રોકડા મળી કુલ રૂ. 1,71,160નો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર 80 ફુટ રોડપર મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ કરનારા બે ઇસમોને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર ટાઉનમાં થયેલી ચેન સ્નેચીંગના ગુનામાં બે ઇસમોને આશરે રૂપિયા 1,71,160 ના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે.

આરોપીઓને શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરી હતી
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી તેમજ પોલીસ સબ.ઇન્સ્પેક્ટર વી.આર.જાડેજા તેમજ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો ઉભી કરી ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવાની સાથે વિવિધ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી અને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સોર્સથી દ્વારા તપાસ શરૂ કરી અને આ લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરી અને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે, બે અજાણ્યા ઇસમો કાળા કલરનું કાળા વાદળી પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઉપર આવી રોડ ઉપર એકલી જતી મહિલાની રેકી કરી મહિલાઓએ ગળામાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરે છે. એક ઇસમ પગપાળા ચાલી ખેંચ મારી થોડે દુર ઉભેલા બીજા ઇસમના મોટરસાયકલમાં બેસી મોટરસાયકલનો ચાલક મોટરસાયકલ પુરઝડપે ચલાવી નાશી જાય છે.
પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યાં
આ મામલે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે સુરેન્દ્રનગર ગોકુલ હોટલ પાછળ મુળચંદ રોડ ઉપર બે શંકાસ્પદ ઇસમો મોટરસાયકલ સાથે નિકળતા જેને પકડી પાડ્યા હતા. જેમા અજયભાઇ ઘનશ્યામભાઇ નગવાડીયા ( ઉ.વર્ષ- 27 રહે.સુરેન્દ્રનગર, દાળમીલ રોડ , પાંચ હનુમાન મંદીર પાસે, ભરતભાઇ ઉર્ફે કુકો રાયસીંગભાઇ સુરેલા (ઉ.વર્ષ 37 રહે સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટી વાળા)ઓને પકડી પાડ્યા હતા. તેના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલી સોનાના ચેઇન નંગ -2 વજન આશરે 30,580 ગ્રામ કિંમત રૂ. 1,20,000 તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂ. 5500 તથા મોટરસાયકલ એક કિંમત રૂ. 40,000 તથા રોકડા રૂ. 5660 મળી કુલ રૂ. 1,71,160નો મુદામાલ મળી આવતા જપ્ત કર્યો હતો.
રસ્તા ઉપર એકલી જતી મહીલાઓ પાસેથી ચેનની લૂંટ કરતા હતા
મજકુર આરોપીની ઊંડાણપૂર્વક પુછપરછ કરતા જણાવ્યું હતું કે, બંને આરોપીઓ ભેગા મળી રસ્તા ઉપર એકલી આવતી જતી મહીલાઓની રેકી કરી ગળામાં પહેરેલા સોનાના દાગીના ભરતભાઇ ખેંચી લેતા હતા. જેમાં (1) આજથી પાંચ છ દિવસ પહેલા સવારના છ-સાડા છ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર, 80 ફુટ રોડ ભક્તિનંદન સર્કલ પાસે, પાણીની ટાંકીવાળી ગલીમાં શંકર ભગવાનના મંદીરના પાસે ચેઇન સ્નેચીંગ કરી હતી અને (2) આજથી નવ દશ દિવસ પહેલા સવારના છ-સાડા છ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર 80 ફુટ રોડ સંત સવૈયા નાથ મારૂતી પાર્કમાં ચેઇન સ્નેચીંગ કરી હતી.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટ ગેટ સ્ટેશન, બહુચર હોટલ પાસે શકિતપરાની સામે, અલ્ટ્રાવિઝન પાસે, મુળચંદ રોડ ઉપરથી મહીલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી લીધી હતી. જે ચેઇનો અમે અજાણ્યા બંગાળીને વેચી દીધી હોવાની કબુલાત કરતા હોય જે મુદામાલ કબજે કરી આરોપીઓને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપી આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment