ચોંકાવનારો ખુલાસો:પાટણમાં ડોક્ટરને બ્લેકમેલ કરવાનો મામલો, ડોક્ટરનું સિમ કાર્ડ હાથમાં આવતા તેને અન્ય વ્યક્તિએ ધમકી આપી હોવાના આધારે કાવતરૂ રચ્યું - Alviramir

ચોંકાવનારો ખુલાસો:પાટણમાં ડોક્ટરને બ્લેકમેલ કરવાનો મામલો, ડોક્ટરનું સિમ કાર્ડ હાથમાં આવતા તેને અન્ય વ્યક્તિએ ધમકી આપી હોવાના આધારે કાવતરૂ રચ્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Case Of Blackmailing A Doctor In Patan, A Conspiracy Was Formed On The Basis That Another Person Had Threatened The Doctor’s SIM Card.

પાટણ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડોક્ટરના સિમકાર્ડમાં કોઈ તેની પાસે પૈસા માંગ્યા હોવાનું જણાતા આરોપીઓના મનમાં પણ લાલચ જાગી હતી
  • આ કેસના ત્રણેય આરોપીઓ હાલ જામીન પર મુક્ત

પાટણમાં ફરજ બજાવતા ડોક્ટરના ભાઇ અને ડોક્ટર બંનેને બ્લેક મેઇલ કરી ન્યુડ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂા. પાંચ લાખની માંગણી કરવાનાં કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શિવપાલ ઠાકોર, વિશાલ ઠાકોર અને લાભેશ સાધુ નામના આરોપીઓને બી-ડીવીઝન પોલીસે પાટણની ચીફ જ્યુડીસીયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગ્યા નહોતા. બાદમાં આરોપીઓએ મુકેલી જામીન અરજીની સુનાવણી કરીને મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે આરોપીઓને રૂા. 15-15 હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. તથા આ કેસમાં પોલીસે આ ગુનાની ફરિયાદમાં આઇ.ટી.એકટની કલમ 66 (બી)નો વધારો કરવા કોર્ટમાં અરજી આપતાં મેજિસ્ટ્રેટે તેને મંજૂર કરી હતી.
પાંચ લાખની માંગણી કરાઈ હતી
આ બનાવની તપાસ કરતી પોલીસે આરોપીઓ, ફરીયાદી તથા તેમનાં ભાઇ (મુળ ભોગ બનનાર)નાં પણ નિવેદન લીધા હતા. જેમાં પાટણમાં ફરજ બજાવતા ડોક્ટરનાં દિયોદર સ્થિત હનીટ્રેપનો ભોગ બનેલા ભાઇએ જણાવ્યું હતું કે, પોતાને થોડા સમય પૂર્વે સોશિયલ મીડિયામાં પાયલ શર્મા નામે રિક્વેસ્ટ આવતાં તેણે પોતાની ઓળખ આપીને રિક્વેસ્ટ એસેપ્ટ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં વાત-ચીત શરૂ કરી હતી. બાદમાં તા. 6-6-22નાં રોજ સવારે 6 થી 7 દરમિયાન ડોક્ટરનાં ફોન પર વીડિયો કોલ આવતાં તેનો ન્યુડ વીડિયો બનાવ્યાં બાદ સોશિયલ મીડિયા મારફતે મોકલીને પાંચ લાખની માંગણી કરી હતી. જેથી પૈસા આપવાની ના પાડતાં તેમને બદનામ કરવાની ધમકી આપી હતી.
શું કહ્યું ડોક્ટરે?
ડોક્ટરનાં નિવેદન મુજબ તેમનું સીમકાર્ડ થોડા સમય અગાઉ ચોરાઇ ગયું હતું. તેની જાણ તેમને નહોતી. તેઓ ગાંધીનગરની મિટીંગમાં ગયા ત્યારે તેમનાં ચોરાયેલા સીમકાર્ડ ઉપરથી મેસેજ અને વોઇસ કોલ આવ્યાં હતા. જેનો રિપ્લાય ન કરતાં આરોપીઓએ તેમનાં પાટણ ખાતે નોકરી કરતાં ડોક્ટર ભાઇના ફોન પર વીડિયો મુકીને તેમની પાસે પૈસાની માંગણી કરી હતી.

પૈસા માગવાના કારણે સીમકાર્ડ કાઢી નાંખ્યું હતું
આ સીમકાર્ડનાં વપરાશકર્તા ઉપરોક્ત ત્રણેયની પોલીસે પુછપરછ કરતાં આરોપી વિશાલ જે ગેરેજમાં કામ કરતો હતો તે ગેરેજમાં દિયોદરનાં વેટરનરી ડોક્ટરની ગાડી સર્વીસમાં આવતાં તેમાંથી મળેલા સીમકાર્ડને પોતાનાં ફોનમાં એક્ટીવ કરીને પાટણના ડોક્ટર તથા ભોગ બનનારને ફોન કરીને પૈસા માંગી ધમકી આપતા હતા. ભોગ બનનાર ડોક્ટરનાં નિવેદન પ્રમાણે પાયલ શર્માના નામથી પૈસા માગવાના કારણે તેમણે તેમનું સીમકાર્ડ કાઢી નાંખ્યું હતું.
ડોક્ટરને બ્લેકમેલ કરવાનો પ્લાન બનાવ્યો
પોલીસે આરોપી શિવપાલનું નિવેદન લેતાં તેણે કહ્યુ કે, તેની પર અગાઉ મારામારી અને લૂંટનાં ગુના આગથળા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. તેનાં કહેવા પ્રમાણે વિશાલ શિવપાલને વીડિયો મોકલી ડોક્ટરને બ્લેકમેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ પ્રથમ આઠ લાખ અને બાદમાં પાંચ લાખ માંગવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રેમિકા સાથે વાત કરવા સિમકાર્ડનો ઉપયોગ કર્યો
આરોપી વિશાલે પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેમનાં ગેરેજમાં સર્વીસમાં આવેલી ડોક્ટરની ગાડીમાંથી મળેલા સીમકાર્ડનો ઉપયોગ તેમનાં સહ કર્મચારી લાભેશને તેની પ્રેમિકા સાથે વાત કરવી હોવાથી તેણે વિશાલના ફોનમાં મળેલા સીમ નાંખ્યું હતું અને તેની પ્રેમીકા સાથે વાત કરતો હતો. બાદમાં તેમનાં ફોનમાં ડોક્ટરનાં ન્યુડ વીડિયો આવતાં અને વોટ્સએપ કોલ આવતાં હતા. જેમાં રૂા. 20 લાખની માંગણી થતી હતી. જેથી આ ત્રણેએ જો કોઇ અન્ય વ્યક્તિ ડોક્ટર પાસે પૈસા માંગતી હોય તો તેઓ પણ પૈસા માંગે તેવી લાલચ થતાં તેઓએ મળેલા સીમથી ફોનકોલ કરતા હતા.
​​​​​​​આ ઉપરાંત લાભેશે તેનાં નિવેદનમાં જણાવ્યું કે, તેનો ગુનો એટલો જ છે કે, પશુના ડોક્ટરની ગાડી તેમનાં ગેરેજ પર સર્વીસમાં આવતાં ગાડીમાંથી મળેલા સીમકાર્ડ અંગે પુછ્યા વિના તેનો ઉપયોગ કર્યો હતો. તે ડોક્ટરને જાણતો પણ નથી. આ સીમકાર્ડ તેણે વિશાલને આપ્યું તે તેનો ગુનો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment