ચોરી:અમરેલીમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે યુવક ઝડપાયો - Alviramir

ચોરી:અમરેલીમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે યુવક ઝડપાયો

અમરેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સીટી સર્વે કચેરીના પાર્કિંગમાંથી ચોરી કરી હતી

અમરેલીમા સીટી સર્વે કચેરીના પાર્કિંગમાથી એક મોટર સાયકલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બાઇક ચોર ઝડપાયાની આ ઘટના અમરેલીમા બની હતી. અહી થોડા દિવસ પહેલા સીટી સર્વે કચેરીના પાર્કિંગમાથી બાઇકની ચોરી થઇ હતી. આ બારામા સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે ઇન્ચાર્જ પીઆઇ એમ.એ.મોરી, સર્વેલન્સ ટીમ તેમજ કમાન્ડ કંટ્રોલ નેત્રમ સીસીટીવીની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે અહીના કુંકાવાવ જકાતનાકા સુળીયાટીંબા પાસે રહેતા જાલણ ઉર્ફે ભરત ગોવિંદભાઇ માલવીયા (ઉ.વ.27) નામના શખ્સને આ ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડયો હતો. આ શખ્સ સામે અગાઉ પણ જામનગર પોલીસ મથકમા બાઇક ચોરીના ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment