ચોરી:લિંબાયતમાં બે લૂંટારૂ યુવકનો ફોન ઝૂંટવી ચપ્પુના ઘા મારી સાયકલ લૂંટી ભાગી ગયા - Alviramir

ચોરી:લિંબાયતમાં બે લૂંટારૂ યુવકનો ફોન ઝૂંટવી ચપ્પુના ઘા મારી સાયકલ લૂંટી ભાગી ગયા

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

લિંબાયત રંગીલાનગર પાસે બે લૂંટારૂઓએ સાયકલ પર જતા યુવકનો મોબાઇલ લૂંટ કરવાની કોશિષ કરી ચપ્પુના ઘા ઝીંકી સાયકલની લૂંટ કરી નાસી ગયા હતા. લિંબાયત પ્રભુનગરમાં રહેતા મહેન્દ્રકુમાર મિશ્રાનો 19 વર્ષીય પુત્ર અંશ 15મીએ પાણીના પ્લાન્ટ પર નોકરીએ જવા માટે સાયકલ પર નીકળ્યો હતો. રસ્તામાં લિંબાયત રંગીલાનગર બજરંગદળના મંદિર પાસે 2 લૂંટારૂઓએ તેને અટકાવી ખિસ્સામાંથી મોબાઇલ લૂંટવા પ્રયાસ કર્યો હતો.

યુવકે મોબાઇલ આપવા પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી સાયકલ લઈ લૂંટારૂઓ ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનામાં લિંબાયત પોલીસે પિતાની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે બન્ને બદમાશો સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment