ચોરી ઉપરથી સીનાજોરી:થરામાં મંદિરમાં તસ્કરોએ દાન પેટી તોડવાનો પ્રયાસ કર્યો, ચોકીદાર અને સેવક ઉઠી જતા બન્નેને માર માર્યો - Alviramir

ચોરી ઉપરથી સીનાજોરી:થરામાં મંદિરમાં તસ્કરોએ દાન પેટી તોડવાનો પ્રયાસ કર્યો, ચોકીદાર અને સેવક ઉઠી જતા બન્નેને માર માર્યો

બનાસકાંઠા (પાલનપુર)3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તસ્કરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી પેટીમાંથી રોકડ રકમ સહિત 30 હજારની ચોરી કરી

કાંકરેજના થરામાં આવેલા જલારામ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. પાંચ થી છ ઈસમોએ મોઢા પર રૂમાલ બાંધી જલારામ મંદિર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મંદિરના ચોકીદાર તેમજ તેના સાથીમિત્રો ઉઠી જતા તસ્કરોએ આ બન્ને પર હુમલો કર્યો હતો. જેથી તેઓને ઈજા પહોંચી હતી. તસ્કરોએ દાનપેટીમાં પડેલા રૂપિયા સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે થરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોઢા પર રૂમાલ બાંધી પાંચ છ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરામાં આવેલા જલારામ મંદિરમાં રાત્રિના સમયે પાંચ થી છ જેટલા ઈસમો પોતાની ગાડી લઈ આવ્યા હતા. મંદિરની અંદર પડેલી દાનપેટી તોડવાનો પ્રયત્ન કરતાં મંદિરના ચોકીદાર તળજાભાઈ દેસાઈ તેમજ મંદિર સેવક રામજીભાઈ ઉઠી ગયા હતા. જેઓેને તસ્કરોએ લોખંડની પટ્ટી અને ધોકા વડે માર માર્યો હતો. તેમજ કોઈને પણ જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી અંદરથી રોકડ રકમ આશરે 30 હજાર અને પંચધાતુની એક મૂર્તિ સહિત કુલ 34,500નો મુદ્દામાલ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ મંદિર ચોકીદાર તળજાભાઈ દેસાઈ મંદિરણીએ સમગ્ર બાબતની જાણ કરી હતી અને સ્થાનિક લોકો દ્વારા ચોકિયાત તળજાભાઈ દેસાઈ તેમજ સેવક રામજીભાઈ ટક્કર ને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ સ્થાનિકોએ થરા પોલીસને જાણ કરતા થરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment