છેતરપિંડી:કિશોરીની નકલી પ્રોફાઈલ બનાવી કિશોર સાથે ઠગાઈ - Alviramir

છેતરપિંડી:કિશોરીની નકલી પ્રોફાઈલ બનાવી કિશોર સાથે ઠગાઈ

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • આરોપીએ આ રીતે અન્યોને પણ છેતર્યા હતાં

કિશોરીની નકલી ફેસબુક પ્રોફાઈલ બનાવી કિશોર સાથે લાખ્ખોની ઠગાઈ કરવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સાઈબર સેલ, વરલી દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.આરોપીએ ફેસબુક થકી કિશોરીનું નકલી ફેસબુક અકાઉન્ટ તૈયાર કરીને કિશોર સાથે મૈત્રી કરી હતી. મૈત્રીનું રૂપાંતર પ્રેમમાં થયું હતું, જે પછી લગ્નની લાલચ આપીને તેનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તે નકલી ફેસબુક અકાઉન્ટ થકી મેસેજ દ્વારા તેને પૈસાની જરૂર હોવાનું બતાવીને સમયાંતરે પૈસાની માગણી કરી હતી.કિશોર પાસે આ રીતે રૂ. 24,67,000 આરોપીએ પોતાના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

જોકે આટલી મોટી રકમ આપવા છતાં કિશોરી મળવા માટે ટાળમટોળ કરતી હતી, જેથી તેને શંકા આવતાં તેણે પોતાના પિતાને જાણ કરી હતી, જે પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કેસની તપાસ કરીને પોલીસે ઝારખંડના જમશેદપુર ખાતેથી આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી 1 મોબાઈલ ફોન અને બે ડેબિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં છે.ઊલટતપાસમાં આરોપીએ આ જ રીતે વડાલા ટીટી પોલીસની હદમાં પણ એક કિશોર સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આવા ઠગોથી નાગરિકોએ સાવધાન રહેવાની જરૂર છે અને કશું પણ શંકાસ્પદ જણાય તો તેમણે તુરંત સાઈબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment