જગતનો તાત રાજી રાજી:બનાસકાંઠા જિલ્લામા છેલ્લા એવરેજ 32.28 ટકા વરસાદ, ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા - Alviramir

જગતનો તાત રાજી રાજી:બનાસકાંઠા જિલ્લામા છેલ્લા એવરેજ 32.28 ટકા વરસાદ, ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હજુ વધુ વરસાદ પડે અને જિલ્લાના ડેમો છલકાય તેવી ખેડૂતોને આશા

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ચાલુ સિઝનમાં સમયસર વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં છે. તો હજુ વધુ વરસાદ પડે અને જિલ્લાના ડેમો છલકાય તેવી આશ ખેડૂતોને છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો ડીસામાં 07 MM, દાંતામાં 12 MM, દાંતીવાડામાં 13 MM, પાલનપુરમાં 04 MM, ભાભરમાં 01 MM અને વડગામમાં 15 MM સહિતના વિસ્તારોમા વરસાદ નોંધાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

મોટાભાગના જિલ્લાના ખેડૂતોએ વાવણી શરૂ કરી
જિલ્લા અત્યાર સુધીમાં 31.81 ટાકા એવારેજ વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લાના તાલુકા વરસાદ જોઈએ તો અમીરગઢમાં 28.62 ટકા, કાંકરેજમાં 35.64 ટકા, ડીસામાં 31.69 ટકા, થરાદમાં 22.57 ટકા, દાંતામાં 38.18 ટકા, દાંતીવાડામાં 29.92 ટકા, દિયોદરમાં 42.80 ટકા, ધાનેરામાં 10.16 ટકા, પાલનપુરમાં 30.89 ટકા, ભાભરમાં 37.63 ટકા, લાખણીમાં 15.79 ટકા, વડગામમાં 43.33 ટકા, વાવમાં 28.83 ટકા અને સુઈગામમાં 51.76 એવરેજ વરસાદ બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment