જટાશંકર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર:ડો. ભરત બોધરા ન્હાઈ આવ્યા પછી વનમંત્રીએ દર્શનાર્થીઓને ન્હાવાની છૂટ આપી, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય - Alviramir

જટાશંકર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર:ડો. ભરત બોધરા ન્હાઈ આવ્યા પછી વનમંત્રીએ દર્શનાર્થીઓને ન્હાવાની છૂટ આપી, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Dr. After Coming To Bharat Bodhra For Bathing, The Forest Minister Allowed The Visitors To Bathe, Taking The Decision Keeping In Mind The Month Of Shravan.

જૂનાગઢ2 મિનિટ પહેલા

  • વનમંત્રી કિરીટસિંહ રાણાની સૂચનાથી વન વિભાગે નિયમ બદલ્યો

જૂનાગઢના ભવનાથમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર અત્યાર સુધી લોકો માટે બંધ કરાયેલું હતું. પરંતુ, ભાજપના નેતા ભરત બોઘરા પરિવાર સાથે ત્યાં ન્હાવા ગયાનો અહેવાલ દિવ્ય ભાસ્કર ડિજિટલે પ્રકાશિત કરતા વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ હવે ખુદ વનમંત્રીએ નિયમમાં ફેરબદલ કરી લોકોને ન્હાવાની છૂટ આપી છે.

ભાજપના નેતા ભરત બોઘરા જટાશંકરમાં મનાઈ છતાં ન્હાવા પડ્યા હતા બાદમાં વીડિયો બનાવી લોકોને અહીં આવવા અપીલ કરી હતી. જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરતા નેતાજીએ પોસ્ટ ડિલિટ કરી હતી. પરંતુ વિવાદ થતા જૂનાગઢ ભાજપના પ્રદીપ ખીમાણી અને શૈલેષ દવે ગાંધીનગર વન મંત્રી પાસે પહોંચી ગયા હતા અને આ નિયમ બદલાવ્યો હતો.હવે ખુદ વનમંત્રીએ વીડિયો બનાવી લોકોને ત્યાં ન્હાવા માટે મંજૂરી આપી છે.

આવા નિયમની મને કોઈ જાણ નથી :DFO
આ અંગે જૂનાગઢ ના DFOસુનિલ બેરવાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વન મંત્રી એ આવું કોઈ જાહેર કર્યું હોય તે મને જાણ નથી. આમ ભાજપના નેતાઓએ ન્હાવાની મંજૂરી આપતી જાહેરાત તો કરી દીધી છે. પરંતુ, DFOને જાણ કરવાનું ભૂલી ગયા.

ડો. બોઘરા સામે કાર્યવાહી થશે?
વન ખાતાએ પહેલા નિયમ બનાવ્યો હતો કે અહીં કોઈએ ન્હાવા આવવું નહીં. જો આવશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં નેતાજી અહીં આવીને સ્નાન કર્યું હતું તો સામાન્ય લોકોને દંડવામાં માહેર વન ખાતું ભાજપના નેતાને દડશે કે કેમ? આ યક્ષ પ્રશ્ન છે.

મહંતની અરજીના પગલે પ્રતિબંધ મુકાયો હતો
જટાશંકરની જગ્યા નજીક થોડા દિવસો પહેલાં એક પરિવારે નોનવેજ પાર્ટી કર્યાની અને સાથે મહંત સાથે ખોટી રીતે જીભાજોડી કર્યા બાદ મહંતે ભવનાથ પોલીસમાં દર્શનને બદલે ફક્ત ન્હાવા આવતા તત્વોના ન્યુસન્સ અંગે અરજી કરી હતી. મહંતે પોલીસને અરજી આપતાં વનવિભાગે ત્યાં જવા પર જ પ્રતિબંધ ફરમાવતું પાટીયું મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. ભાવિકોમાં પવિત્ર સ્થળને અપવિત્ર કરવાની પ્રવૃત્તી સામે ભારે રોષ છવાયો છે. લોકોની ધાર્મિક લાગણી દુભવતા આવા તત્વોને પકડીને સખત કાર્યવાહી કરવામાં આવે અને ભાવિકોને ત્યાં જવા દેવામાં આવે એવી માંગણી જૂનાગઢ શહેરના સોશ્યલ મીડિયા ગૃપોમાં જોરશોરથી ઉઠી હતી. જેને પગલે વનવિભાગે આખરે તકેદારીના પગલાં ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment