જથ્થો ખાલી:કોવીશિલ્ડ વેક્સિનનો જથ્થો ખાલી, અનેક લોકો પરત ફર્યા - Alviramir

જથ્થો ખાલી:કોવીશિલ્ડ વેક્સિનનો જથ્થો ખાલી, અનેક લોકો પરત ફર્યા

પોરબંદર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા નાગરિકોનો ધસારો

પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા નાગરિકોનો ઘસારો થાય છે પરંતુ કોવી શિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયેલ હોવાથી અનેક લોકો પરત ફર્યા હતા.કોરોના પ્રતિરોધક વેકશીન સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. વેકશીનના 2 ડોઝ વિનામૂલ્યે આપ્યા છે. 60 વર્ષથી વધુ વય ધરાવનાર નાગરિકો, ફ્રન્ટલાઈન અને હેલ્થકેર વર્કરોને પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે અને 18 થી 59 વર્ષની વયે ધરાવનાર નાગરિકોને પ્રિકોશન ડોઝ ખાનગી ક્ષેત્રે રૂ. 386 ચુકવીને લેવાનો થતો હતો.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 15 જુલાઈથી 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વયે ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય કરી આ અંગે જાહેરાત કરી હતી. પોરબંદર જિલ્લામાં પ્રિકોશન ડોઝ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા 18 થી 59 વર્ષની વયે ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ લઈ લેવા અપીલ કરવામાં આવી છે. પરંતુ હાલ કોવી શિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયો છે.

સોમવારે જિલ્લા પંચાયત ખાતે અનેક નાગરિકો પ્રિકોશન ડોઝ લેવા આવ્યા હતા પરંતુ અહીં માત્ર કો વેકશીનનો જથ્થો હોય જેથી કોવી શિલ્ડ વેકશીનનો પ્રિકોશન ડોઝ લેવા વાળા નાગરિકોને ધક્કા ખાવા પડ્યા હતા અને પરત ફરી રહ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યું હતુંકે, સોમવારે 22 સ્થળે વેકશીન કેન્દ્ર રાખવામાં આવ્યું છે. જેમાં માત્ર માધવપુર સાઈડના કેન્દ્રમાં 100 ડોઝ કોવી શિલ્ડ વેકશીનનો જથ્થો છે અને વંદે ગુજરાત રથ યાત્રામાં કોવી શિલ્ડનો જથ્થો છે. બાકીના કેન્દ્ર ખાતે કોવી શિલ્ડ નથી. આ સ્થિતિ દરેક જિલ્લામાં છે. એક બે દિવસમાં આ જથ્થો ઉપલબ્ધ થશે તેવી આશા સેવાઇ રહી છે.

હાલ તો રાજ્ય સરકારે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરિકો માટે વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી છે પરંતુ કોવિશિલ્ડ વેલસીનનો જથ્થો શહેરમાં ન હોવાને કારણે આવા નાગરિકો કેન્દ્ર ઉપર જઈને પરત ફરી રહ્યા છે.

6 માસ બાદ પ્રિકોશન ડોઝ લઈ શકાય છે
કોરોના વેકશીનના 2 ડોઝ લીધા પછીના 9 માસ બાદ કોરોના પ્રિકોશન ડોઝ લેવાનો થતો હતો. હાલ સરકારે જાહેર કર્યું છેકે, વેકશીનના બે ડોઝ લીધા પછીના 6 માસ બાદ પ્રિકોશન ડોઝ લઈ શકાશે.

અત્યાર સુધીમાં કેટલા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા?
પોરબંદર જિલ્લામાં કુલ 437746 નાગરિકોએ વેકશીનના બન્ને ડોઝ લઈ લીધા છે જેમાંથી અત્યાર સુધીમાં કુલ 53735 નાગરિકોએ પ્રિકોશન ડોઝ લીધા છે. જેમાંથી 18 થી 59 વર્ષની વયે ધરાવતા 4850 નાગરિકોએ ત્રણ દિવસમાં પ્રિકોશન ડોઝ લીધા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment