જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન:બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા કાર્યાલયનું ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં સંતો અને નગરજનો હાજર રહ્યા - Alviramir

જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન:બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા કાર્યાલયનું ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં સંતો અને નગરજનો હાજર રહ્યા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • The Inauguration Of The Office By The Botad District Vishwa Hindu Parishad Was Attended By A Large Number Of Saints And Townspeople

બોટાદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આવનાર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં કેવા પ્રકારનું આયોજન કેવી વ્યવસ્થાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા જન્મષ્ટિ શોભાયાત્રા અંતર્ગત કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. બોટાદ શહેરના પ્રાચીન મસ્તરામ મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં કેવા પ્રકારનું આયોજન કેવી વ્યવસ્થાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

જન્માષ્ટમી શોભાયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન
જન્માષ્ટમી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે પ્રખર અને તેજાબી વક્તા આત્માનંદ સરસ્વતી, મહાશુખાનંદ સરસ્વતી, નિમળાનંદ સરસ્વતી, ઉદયભારતી બાપુ, તેમજ અખિલ ભારતીય સતસંગ ઉપપ્રમુખ મહેન્દ્ર વેદિક, દેવજીભાઈ મિયાત્રા, રાજેશભાઇ સાકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વચન સાથે બોટાદ જિલ્લા જન્માષ્ટમી શોભાયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.

શહેરના નાગરિકો અને આગેવાન કાર્યકરો હાજર રહ્યા
જન્માષ્ટમી શોભાયાત્રા ઉદ્ઘાટન પ્રસંગને સફળ બનાવવા બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિસદના જિલ્લા પ્રમુખ સતુભા ધાંધલ, જિલ્લા મહામંત્રી શશીકાંતભાઈ ગોહિલ, બજરંગ દલ સંયોજક મહેશભાઈ કંણજરીયા સહિત શહેરના નાગરિકો અને આગેવાન કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment