જર્જરિત હોતા ધરાસાઈ:નલિયા સબજેલની દીવાલ ધબાય નમ: કંડમ જીપનો સાવ ખુરદો બોલી ગયો - Alviramir

જર્જરિત હોતા ધરાસાઈ:નલિયા સબજેલની દીવાલ ધબાય નમ: કંડમ જીપનો સાવ ખુરદો બોલી ગયો

ભુજ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જર્જરિત દીવાલ મુદ્દે અગાઉ પોલીસ આવાસ નિગમનું ધ્યાન દોરાયું હતું
  • આગળના ભાગે તાળા અને પાછળનો હિસ્સો દીવાલ તૂટતા ખુલ્લો પડી ગયો

અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલી સબજેલની દીવાલ જર્જરિત હોવા અંગે અગાઉ અહેવાલ પ્રકાશિત કરાયો હતો ત્યારે ગુજરાત પોલીસ આવાસ નિગમમાં આ દીવાલ નવી બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પણ ગ્રાન્ટ મંજુર ન થવાથી દિવાલનું કામ અટકી પડ્યું અને વરસાદના કારણે દીવાલ નબળી પડી જતા સોમવારે આ દીવાલનો ભાગ ધરાશાઇ થઇ ગયો હતો.

જેલની પાછળના ભાગે ઝાડને અડીને આવેલી દિવાલની બાજુમાં જ એક વર્ષોથી કંડમ જીપ પડી છે તેના પર આ દીવાલ પડતા જીપનો સાવ ખુરદો બોલી ગયો હતો.આ બનાવમાં જીપમાં નુકશાની સિવાય અન્ય કોઈ જાનહાની થવા પામી નથી.જેલની પાછળના ભાગે આવેલી દિવાલ ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતી.જેનું સમારકામ કરવા માટે તંત્ર દ્વારા અગાઉ મુલાકાત લેવાઇ હતી પણ દિવાલ જર્જરિત હોતા ધરાસાઈ થઈ ગઈ હતી.

સબ જેલમાં કેદીઓ હોય જ છે પણ સદભાગ્યે કોઈ કેદીઓ પુરાયેલા ન હોતા જાનહાનિ થઇ નથી.દરમ્યાન સૂત્રોએ દાવો કર્યો હતો કે,રૂપિયા મંજુર ન થવાથી દીવાલનું કામ આગળ ધપી શક્યું નથી હવે આ દીવાલ ક્યારે બને છે તે જોવું રહ્યું ? હાલ તબક્કે અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment