જળસપાટીમાં સતત વધારો:સરદાર સરોવર બંધની સપાટી 24 કલાકમાં 50 સેમી વધી; પાણીની આવક વધતા જળસપાટી 119.10 મીટરે પહોંચી - Alviramir

જળસપાટીમાં સતત વધારો:સરદાર સરોવર બંધની સપાટી 24 કલાકમાં 50 સેમી વધી; પાણીની આવક વધતા જળસપાટી 119.10 મીટરે પહોંચી

નર્મદા (રાજપીપળા)3 કલાક પહેલા

  • સરદાર સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે..ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળ સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી 119.10 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 48,864 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો.નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં 1089 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) પાણીનો જથ્થો રહેલો છે.

જ્યારે ગુજરાતની કેનાલાઓમાં 890 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરાશે એવી શક્યતા વધી છે. જેથી આ વર્ષે ગુજરાત માટે ચોમાસુ સત્ર ખૂબ સારું રેહવાનું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment