જવાનોનો બેઝ કેમ્પ:સૌરાષ્ટ્રના કોઇપણ જિલ્લામાં આપાતની સ્થિતિને પહોંચી વળવા સેનાના 160 જવાનોનો અમરેલીમાં બેઝ કેમ્પ - Alviramir

જવાનોનો બેઝ કેમ્પ:સૌરાષ્ટ્રના કોઇપણ જિલ્લામાં આપાતની સ્થિતિને પહોંચી વળવા સેનાના 160 જવાનોનો અમરેલીમાં બેઝ કેમ્પ

અમરેલી4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સેનાના એન્જીનીયર અને ડોકટરની ટીમ પણ આવી : સૌરાષ્ટ્રની મધ્યમાં હોવાથી કોઇપણ જિલ્લામાં ઝડપથી પહોંચી શકાશે

તાજેતરમા ગુજરાતમા અતિભારે વરસાદને પગલે અનેક સ્થળે બચાવ અભિયાનો હાથ ધરવા પડયા હતા. જે સ્થિતિને ધ્યાનમા લઇ સરકાર દ્વારા સૌરાષ્ટ્રમા કોઇ આપાતની સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા આગોતરા આયોજનરૂપે સેનાની મદદ લેવાઇ છે. અને સૌરાષ્ટ્રની મધ્યમા આવેલ અમરેલીને બેઝ કેમ્પ બનાવી સેનાના ડોકટર, એન્જીનીયર અને ઓફિસર મળી 160 લોકોની ટુકડી ફાળવવામા આવી છે.

સેનાના આ જવાનો અને અધિકારીઓ આજે અમરેલી આવી પહોંચ્યા હતા. જો કે હાલમા એકેય જિલ્લામા હવામાન વિભાગનુ રેડ એલર્ટ નથી. આમ છતા ચોમાસા દરમિયાન ફરી કોઇ આવી સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા સેનાના આ જવાનો મદદરૂપ થશે. આજે જુદીજુદી બે રેજીમેન્ટમા 5 અધિકારીઓ, 130 જવાનો ઉપરાંત 10 ડોકટરની ટીમ અને 15 એન્જીનીયરની ટીમ અમરેલી આવી પહોંચી હતી.

સેનાના આ જવાનોમાથી જરૂરીયાતના સંજોગોમા ટીમો બનાવી જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ કે ભાવનગર જિલ્લામા ગમે તે સ્થળે મોકલી શકાશે. તેનો બેઝ કેમ્પ અમરેલીમા રહેશે. ચોમાસા બાદ આ જવાનો પરત ચાલ્યા જશે.

દરેક જિલ્લામાં સર્વે પણ કરશે
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે સેનાના આ જવાનો ટીમો બનાવી દરેક જિલ્લામા પહેાંચી સર્વે પણ કરશે જેથી આવશ્યક સંજોગોમા કોઇપણ સ્થળે ઝડપથી પહોંચી શકાય.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment