જવાબદાર કોણ?:ચોટીલામાં આંગણવાડી રૂમમાં પોષણક્ષણ આહાર વિતરણ થયા વગર જ સડી ગયું, હાલ સડેલા અનાજના કોથળા દુર્ગંધ મારી રહ્યા છે - Alviramir

જવાબદાર કોણ?:ચોટીલામાં આંગણવાડી રૂમમાં પોષણક્ષણ આહાર વિતરણ થયા વગર જ સડી ગયું, હાલ સડેલા અનાજના કોથળા દુર્ગંધ મારી રહ્યા છે

સુરેન્દ્રનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જેની ખરાબ અસર આસપાસના રહીશો અને શાળાના બાળકો ઉપર થાય છે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ભીમગઢ ગામમાં લોકડાઉન બાદ એક પણ દિવસ આંગણવાડી કેન્દ્ર પ્રત્યક્ષ રીતે નહી ખુલતા અને જથ્થો સડી ગયાની લોકો ફરીયાદ ઉઠતા તંત્ર ભીમગઢ દોડી જતા તંત્ર પણ ચોકી ઉઠ્યું હતુ. ચોટીલાથી 4 કીમી દુર ભીમગઢ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલુ છે. જે કોરોના સમયથી બંધ હાલતમાં છે. અને આજ દિન સુધી ખુલ્યું જ નથી, તેવુ ગામલોકોનુ કહેવુ છે.

આ કેન્દ્રની અંદરના રૂમમા લગભગ બે વર્ષ જુનો આંગણવાડીમાં આવતા પોષણક્ષમ આહારનાં વિતરણ થયા વગરના ભરેલા કોથળાઓનો જથ્થો સડી ગયેલી હાલતમા દુર્ગંધ મારે છે. જેની ખરાબ અસર આસપાસના રહીશો અને શાળાના બાળકો ઉપર થાય છે. ગામલોકોએ રજૂઆત કરતા જણાવ્યુ છે કે, અમારા ગામમા કોઇ નાના બાળકોએ આંગણવાડી ઘણા સમયથી જોઇ જ નથી. અને બધુ જ અધ્ધરતાલ કાગળ ઉપર ચાલે છે. સમગ્ર માહિતી ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા તપાસ માટે તાત્કાલિક તંત્રની ટીમો ભીમગઢ પહોચી હતી. જેઓને આંગણવાડીમાં મોટા પ્રમાણમાં બાળકો અને સગર્ભા માતાને આપવાના

પેકેટોનો સડી ગયેલ જથ્થો મળી આવ્યો હતો
તેમજ નવો વિતરણ થયા વગરનો જથ્થો પંચાયત ઘરમાંથી મળી આવ્યો હતો. તંત્રની ટીમને મળેલા જથ્થા અંગે પંચ રોજકામ કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ઇન્ચાર્જ સીડીપીઓ ધર્મિષ્ઠાબેન શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, તેઓએ રૂબરૂ ગામની મુલાકાત લીધી છે અને ફરીયાદમાં તથ્ય હોવાનું જણાવી વિતરણ વગરનો જથ્થો છે અને કેન્દ્ર પણ બંધ રહેલુ જોવા મળ્યું છે. જે અંગે સંચાલકને નોટીસ પણ આપવામાં આવી છે.

બિલ્ડીંગ જર્જરિત હોવાથી કેન્દ્ર કાગળ ઉપર ચાલ્યું ?
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ભીમગઢ ગામમાં આંગણવાડી કેન્દ્રનું મકાન જૂનું છે. જે ખરાબ હાલતમાં જર્જરીત હોવાનું દેખાય છે. અન્ય કોઇ સ્થળે આંગણવાડી ખુલેલી નથી. એટલે કદાચ આ કારણે કાગળ ઉપર કેન્દ્ર ચાલ્યું હોય તેવુ અનુમાન છે, જે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment