જામીન મંજૂર:પોરબંદરમાં વાહનોની લોનના નામે 23 લોકો સાથે 67 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા શખ્સના જામીન મંજૂર - Alviramir

જામીન મંજૂર:પોરબંદરમાં વાહનોની લોનના નામે 23 લોકો સાથે 67 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા શખ્સના જામીન મંજૂર

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મુખ્ય આરોપી રાહુલ રૂઘાણી અને રોનક વ્યાસને ગુજરાત હાઇકોર્ટે જામીન મુદ્દત કરી છે
  • જીગ્નેશ પારેખને માત્ર આરોપીઓના નિવેદનના આધારે આરોપી ઠેરવાયો હતો

પોરબંદરમાં વાહનોની લોનના નામે 23 વ્યક્તિઓ સાથે 67 લાખની છેતરપિંડી વિશ્વાસઘાત, ઉચાપત સહિતના કેસના આરોપીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મુક્ત કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેમણે લીધેલી કાર પર ફાઇનાન્સ કરી લોન લેવી હતી. જેથી તેના પરિચિત રાહુલ રુઘાણીનો સંપર્ક કરી પોતાની કાર પર સાડા ત્રણ લાખની લોન લઈ ફાઇનાન્સ કરાવી આપવાનું કહેતા રાહુલે લોનના જરૂરી કાગળો કરી ફરિયાદી પાસેથી સહીઓ કરાવી ચેક લઈ લીધો હતો. ત્યારબાદ ફરિયાદીએ અવાર-નવાર લોન બાબતે તપાસ કરવા છતા આરોપી રાહુલે જણાવ્યું કે હજુ લોન આવી નથી. થોડા સમય પછી ફરિયાદીના ખાતામાંથી લોનના હપ્તા પેટે એડવાન્સમાં આપેલ ચેકની રકમના હપ્તા પણ કપાવા લાગેલા અને આરોપીએ છેતરપિંડી કરેલી હોવાનું જણાઈ આવતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં અન્ય બે આરોપીઓનું નામ ખૂલવા પામ્યું હતું
કમલાબાગ પોલીસે આ ગુનાના કામે તપાસ શરૂ કરતા પોરબંદર તથા આજુબાજુમાં રહેતા ફરિયાદી સહિત કુલ 23 વ્યક્તિઓ આ ફાઈનાન્સ એજન્ટ રાહુલ દ્વારા વાહનો પર ફાઇનાન્સ કરી લોન આપવાનો જણાવી દસ્તાવેજોમાં લોનની રકમ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી. ત્યારબાદ પોતાના અંગત ઉપયોગમાં એને વાપરી નાખતા એ રીતે આશરે 67 લાખથી વધુ રકમની 23 જેટલા વાહનોના માલિકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની રકમ ઉચાપત કરી નાખી હતી જે તપાસમાં ખૂલવા પામ્યું હતું. ઉપરાંત તપાસમાં રોનક અશોક વ્યાસ અને જીગ્નેશ અરૂણ પારેખનું પણ આરોપી તરીકે નામ ખુલવા પામ્યું હતું.

કોર્ટે જીગ્નેશને જામીન આપવાનો હુકમ કર્યો
​​​​​​​કમલાબાગ પોલીસે જીગ્નેશ પારેખની આ ગુનાના કામે અમદાવાદથી ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો. જેથી આરોપી જીગ્નેશ દ્વારા જેલમાંથી તેમના એડવોકેટ દ્વારા એડિશનલ ડીસ્ટ્રીક્ટ સેશન કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી અને અન્ય એકને જામીન મળી ગયા
જામીન અરજી સુનવણી પર આવતા અરજદાર તરફે જામીન અરજીના સમર્થનમાં અરજદારના વકીલ દ્વારા નામદાર કોર્ટમાં એવી દલીલ કરી હતી કે હાલના અરજદાર નિર્દોષ છે અને તેની સામે પ્રથમ દર્શનીય કેસ નથી.સદર બનાવ બાબતે અરજદારને કોઈ લેવાદેવા નથી. વધુમાં જણાવ્યું હતું કે આ ફરિયાદીની તારીખથી આશરે બે માસ પહેલા જ તેમણે કમલાબાગ પોલીસને રાહુલ રૂઘાણી સહિતના આરોપીઓ સામે ફરિયાદ કરી હતી. તેમ છતાં તેમની ફરિયાદ ન લઈ તેમના પ્રત્યે રાગદ્વેષ રાખી ખોટી રીતે માત્ર અને માત્ર આરોપીઓના નિવેદનના આધારે જીગ્નેશને આરોપી બનાવ્યો છે. સમગ્ર પોલીસ પેપર જોતાં આરોપીઓના નિવેદન સિવાય તેમની સામે કોઈ પુરાવા નથી અને આ કામના મુખ્ય આરોપી રાહુલ રૂઘાણી અને રોનક વ્યાસને ગુજરાત હાઇકોર્ટે જામીન મુદ્દત કરી છે. જેથી તેમને પણ પેરિટીના સિદ્ધાંત મુજબ જામીનમુક્ત કરવા અરજ અને દલીલના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટની વિવિધ ઓથોરિટી રજૂ કરવામાં આવી હતી.

જે જામીન અરજી સુનવણી પર આવતા બંને પક્ષકારોની દલીલો અને પોલીસ પેપર ધ્યાને લઇ એડિશનલ ડીસ્ટ્રીકેશન એન્ડ સેશન્સ જજે અરજદાર જીજ્ઞેશ પારેખના વકીલોની દલીલો રજૂઆતને ધ્યાન રાખી શરતોને આધીન જીગ્નેશને જામીન કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment