જાહેરાત:અંજારમાં 55.56 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બાંધવા જાહેરાત - Alviramir

જાહેરાત:અંજારમાં 55.56 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બાંધવા જાહેરાત

અંજાર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વરસામેડી પાસે અંડરબ્રીજની યોજના હોવાથી આ બ્રિજ સતાપર માટે હોવાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત અંજાર શહેરમાં આવતા ફાટક પર રૂ. 55.56 કરોડના ખર્ચે ઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ બ્રિજ કયા ફાટક પર બનશે તે જાહેર કરવામાં ન આવતા સ્થાનિક ઓથોરિટી આ બાબતે અજાણ રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સરકારે ‘‘ફાટકમુકત ગુજરાત અભિયાન’’ને વેગ આપતાં જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત અંજારમાં રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. 42.41 કરોડ, હળવદ રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડ ફાળવી ટુ લેન રેલ્વે ઓવર બ્રિજ બનાવવાના કામોની મંજૂરી આપી છે.

જે મુજબ અંજારમાં પણ ઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરવાના આવી હતી. પરંતુ કઈ જગ્યાએ તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. શહેરની વાત કરીએ તો વરસામેડી નાકા અને સતાપર રોડ એમ બે જગ્યાએ ફાટક આવેલા છે. જે પૈકીના વરસામેડી નાકા વાળા ફાટક પર પહેલાથી જ અંડર બ્રીજ બનાવવાની જાહેરાત કરી નાખવામાં આવી હોવાથી હવે આ ઓવર બ્રીજ સતાપર રોડ પરના ફાટક પર બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

રેલવે વિભાગ સૂચિત ઓવરબ્રિજથી અજાણ
આ અંગે પૂર્વ કચ્છ ગાંધીધામ રેલવેના એ.આર.એમ. આદિશ પઠાનિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે વિશે મને કોઈ જાણ નથી એટલે અંજારમાં કઈ જગ્યાએ ફાટક પર ઓવરબ્રિજ બનશે તે હાલની સ્થિતિએ કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment