જાહેરાત:ભાવનગર ખાતેની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો બિલ્ડીંગ પ્રશ્ન ઉકેલાયો - Alviramir

જાહેરાત:ભાવનગર ખાતેની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો બિલ્ડીંગ પ્રશ્ન ઉકેલાયો

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કરેલ જાહેરાત
  • નવા વિદ્યાર્થીઓને BPTIની હોસ્ટેલમાં પ્રવેશ અપાશે

સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરના વિદ્યાર્થીઓના મેડિકલ કોલેજ ટ્રાન્સફરનો સુખદ ઉકેલ આવ્યો છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે કોલેજ ટ્રાન્સફરને લેપ્રેસી હોસ્પિટલના બદલે સર ટી. હોસ્પિટલ ની નજીકમાં જ ટ્રાન્સફર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર સમાચારના હેલ્થ કેર એવોર્ડ સમારોહમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના બિલ્ડીંગ ટ્રાન્સફર વિવાદનો ઉકેલ આવી ગયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લેપ્રસી હોસ્પિટલમાં ટ્રાન્સફર થવાને કારણે વિદ્યાર્થીઓને અગવડ પડે છે.

અને તેનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે લેપ્રસી હોસ્પિટલને બદલે સર ટી. હોસ્પિટલ અને તેની આજુબાજુના બિલ્ડિંગમાં જ આ સુવિધા ઉભી કરવા માટે સરકાર આયોજન કરી રહી છે. જે જુદા જુદા વિભાગોની તાંત્રિક મંજુરી મળતા આ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.

મેડિકલ કોલેજનું બિલ્ડીંગ ભયજનક હોવાથી તેને ફેરવું અનિવાર્ય છે. જેને કારણે વિદ્યાર્થીઓને તકલીફ પણ ન પડે અને સુવિધા જળવાય તે પ્રમાણે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવેલ છે. શિક્ષણ મંત્રી જીતુભાઈનો મેડિકલ કોલેજના ડીને આભાર માનેલ છે. દરમિયાનમાં, ટેકનિકલ ડિરેક્ટોરેટના જણાવ્યા મુજબ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલની અપૂરતી વ્યવસ્થાને ઉકેલતા નવી હોસ્ટેલ ન બને ત્યાં સુધી BPTI કોલેજમાં જગ્યા ફાળવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment