જિલ્લા પોલીસવડાનો આદશે:ડ્રિંક એન્ડ ડ્રાઈવ, નિયમભંગ કરતા 187 ચાલકના લાઈસન્સ રદ કરાશે - Alviramir

જિલ્લા પોલીસવડાનો આદશે:ડ્રિંક એન્ડ ડ્રાઈવ, નિયમભંગ કરતા 187 ચાલકના લાઈસન્સ રદ કરાશે

સુરેન્દ્રનગર28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે જિલ્લા પોલીસવડાએ કાર્યવાહી કરી હતી. જેમાં 187 જેટલા ચાલકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાતા વાહનચાલકોમાં દોડધામ મચી છે.

રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહની સૂચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત દ્વારા અકસ્માતોના બનાવો અટકાવવા, અસરકારક ટ્રાફિક નિયમન કરાવવું, લોકોમાં ટ્રાફિક અવરનેશ જાગૃતિ આવે તે માટે સેમિનારોનું આયોજન કરાવી, રોડ અકસ્માતના બનાવો ઘટાડવા કાર્યવાહી હાથ ધરી છે.

જેના પગલે આવી કામગીરી કરવા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડિવીઝન, ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓને વિગતવાર સૂચના માર્ગદર્શન કરાયું હતું. જિલ્લામાં કેફી પીણુ પીને વાહન, ભયજનક રીતે વાહન અને ઓવરસ્પીડમાં વાહનો ચલાવનાર તેમજ ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનાર એમ કુલ 187 લોકોના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment