જિલ્લા વહિવટી ન્યાયાધીશની મુલાકાત:ગુજરાત હાઈકોર્ટના અને નર્મદા જિલ્લાના વહિવટી ન્યાયાધીશ એચ.એમ.પ્રચ્છકે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી; કેસોના નિકાલ માટે માર્ગદર્શન પુરું પાડ્યું - Alviramir

જિલ્લા વહિવટી ન્યાયાધીશની મુલાકાત:ગુજરાત હાઈકોર્ટના અને નર્મદા જિલ્લાના વહિવટી ન્યાયાધીશ એચ.એમ.પ્રચ્છકે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી; કેસોના નિકાલ માટે માર્ગદર્શન પુરું પાડ્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • HM Prachchak, Administrative Judge Of Gujarat High Court And Narmada District Visited Narmada District; Provided Guidance For Disposal Of Cases

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અને નર્મદા જિલ્લાના વહિવટી ન્યાયધીશ એચ.એમ પ્રચ્છકે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત માટે આવ્યા હતા. તે દરમિયાન તેમણે રાજપીપલા જિલ્લા ન્યાયાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ.આર.પટેલ, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, નર્મદા બાર એસોશિએશનના હોદ્દેદારો તેમજ સરકારી વકીલોની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રીની ચેમ્બરમાં બેઠક યોજીને સંબંધિતોને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. અને જિલ્લાના કોર્ટ કેસોના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. તદ્ઉપરાંત રાજપીપલા મુખ્યમથક તથા તાલુકા મથકના ન્યાયાલય ભવન બાબતે તેમજ ન્યાયાલયના મહેકમ, કોમ્પ્યુટર જેવા ઉપકરણોની ઉપલબ્ધિ સહિત અન્ય માળખાકીય આનુસંગિક બાબતો અંગે પણ તેમણે વિસ્તૃત-ચર્ચા વિચારણા કરી હતી.

ત્યાર બાદ રાજપીપલા મુખ્યમથક ખાતેના નવનિર્મિત ન્યાયાલય ભવનની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું અને આ નવનિર્મિત ન્યાયાલય ભવન ઝડપથી કાર્યરત કરવાની બાબતને લક્ષમાં લઇ તેમાં રહેલી કેટલી ત્રુટીઓ પ્રત્યે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોનું ધ્યાન દોરી આ ત્રુટીઓ ઝડપથી દૂર કરી તેનો ઉકેલ લાવવા મકાન વિભાગના ઇજનેરને સ્થળ પર જ જરૂરી સુચનાઓ આપી હતી. સાગબારા તથા દેડીયાપાડા ન્યાયાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તથા બાર એસોશિએશન સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી ત્યાંની સમસ્યાઓથી વાકેફ થઈને તેને દૂર કરવાની તેઓએ ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment