જૂઓ હેવાનિયતના દૃશ્યો:સુરતમાં શિક્ષણના મંદિરને ઐયાશીનો અડ્ડો બનાવનાર આચાર્ય સામે ગુનો દાખલ, બાળકને નગ્ન કરી વિકૃતિની તમામ હદ પાર કરી - Alviramir

જૂઓ હેવાનિયતના દૃશ્યો:સુરતમાં શિક્ષણના મંદિરને ઐયાશીનો અડ્ડો બનાવનાર આચાર્ય સામે ગુનો દાખલ, બાળકને નગ્ન કરી વિકૃતિની તમામ હદ પાર કરી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Case Has Been Filed Against The Principal Who Made School Hangout For Prostitutes, Exposing The Child To Extremes Of Perversity.

સુરત5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતિ સતામણી કરતા મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ(રહે,નિલકંઠશ્વેર સોસા,સુમુલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. એક 14 વર્ષના વિદ્યાર્થી સાથે આચાર્યએ આચરેલી હેવાનિયતના દૃશ્યો સામે આવ્યા છે. બાળક સાથે વિકૃતિની તમામ હદ પાર કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો
આરોપી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. પુણા પોલીસમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ(રહે,નિલકંઠશ્વેર સોસા,સુમુલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થતાની સાથે પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો છે.

બાળક કપડાં માટે તરફડિયા મારતો હતો.

બાળક કપડાં માટે તરફડિયા મારતો હતો.

વિદ્યાર્થીને નગ્ન કરી વીડિયો પણ ઉતાર્યો
શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો મોબાઇલ શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહિ તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીના કપડા પણ સંતાડી દીધા હતા.

પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા.

પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા.

આચાર્યના કહેવાથી 6થી 7 વિદ્યાર્થીઓએ વીડિયો બનાવ્યો
પુણામાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થી જેને પ્રિન્સીપાલે નગ્ન કર્યો હતો તેની પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે વીડિયો 3 થી 4 વર્ષ જૂનો છે. તે વખતે પ્રિન્સિપાલ નિશાંતના કહેવાથી 6થી 7 વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો.

વીડિયોમાં આચાર્ય પણ કેદ થયા છે.

વીડિયોમાં આચાર્ય પણ કેદ થયા છે.

બે વીડિયોમાં પ્રિન્સિપાલ પણ દેખાય છે
એક વીડિયો 54 સેકન્ડ અને બીજો એક 2.12 મિનિટનો છે. એક વીડિયોમાં સ્ટાફ રૂમ જેવા ખંડમાં બાળકને સંપૂર્ણ નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરાય છે. આ દ્રશ્યમાં યુનિફોર્મ પહેરેલા બાળક સહિત અન્યોના ચહેરા દેખાઇ આવે છે. પ્રિન્સિપાલ પણ દેખાય છે.

ગુનો દાખલ થતા આચાર્ય ઘરેથી ભાગી ગયો.

ગુનો દાખલ થતા આચાર્ય ઘરેથી ભાગી ગયો.

200 વીડિયો હોવાનું સામે આવ્યાં
મોડી સાંજે જાણવા મળ્યા મુજબ પુણા પોલીસે અરજી ને આધારે સમિતિની તપાસ સમિતિને પોલીસ મથકે તેડાવી છે. તપાસ સમિતિએ કરેલી અરજીમાં જે 200 વીડિયો સામે આવ્યાં છે તેમાં કરાયેલી પ્રાથમિક તપાસમાં બાળકો સાથે જાતિય સતામણી અંગેની ઘટના અંશતઃ પુરવાર થઇ રહી છે. તેથી આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ કરવા જણાવાયું છે.

આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા બાળકો સાથે જાતિય સતામણી.

આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા બાળકો સાથે જાતિય સતામણી.

વીડિયો ત્રણ વર્ષ જુના હોવાનું બહાર આવ્યું
પુણાની શિક્ષણ સમિતિની શાળા નં. 300ના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા બાળકોની કરાયેલી જાતિય સતામણી પ્રકરણમાં પાલિકા કમિશનરે સમૂળગી ઘટના અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિ દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવતાં તેના આધારે આચાર્યને સસ્પેન્ડ કરાયો હતો. તપાસ સમિતિએ વીડિયોની પણ તપાસ કરી હોય વીડિયો બેથી ત્રણ વર્ષ જુના હોવાનું જણાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment