જૂની અદાવતે હુમલો:પાટડીમાં અપશબ્દોની ના પાડવા બાબતે યુવાનના માથામાં કૂહાડીના ઘા ઝીંકાયા, લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ - Alviramir

જૂની અદાવતે હુમલો:પાટડીમાં અપશબ્દોની ના પાડવા બાબતે યુવાનના માથામાં કૂહાડીના ઘા ઝીંકાયા, લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાટણ હોસ્પિટલમાં યુવાનના માથામાં ઓપરેશન અને જમણા હાથે પ્લાસ્ટિક સર્જરી કરાઇ

પાટડી તાલુકાના પાડીવાડા ગામે આજથી વીસેક દિવસ અગાઉ ગાળો બોલવાની ના પાડવા બાબતેનું મનદુઃખ રાખી ઉશ્કેરાયેલા શખ્સે પાડીવાડાના જ દુકાનના પગથીયે બેઠેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં કુહાડીનો જોરદાર ઘા માર્યો હતો. કુહાડીનો બીજો ઘા મારવા જતા બચવા માટે યુવાને જમણો હાથ આડો કરતા જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી આ યુવાનને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટણ હોસ્પિટલે લઇ જવાયા બાદ માથામાં ઓપરેશન અને જમણા હાથે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.
કુહાડાનો જોરદાર ઘા ઝીંકી હુમલો કર્યો
પાટડી તાલુકાના પાડીવાડા ગામે રહેતા જોરૂભા બચુભા વાઘેલા બાજુમાં આવેલા આદરીયાણા ગામે હાર્ડવેરની દુકાન ચલાવે છે. તે પાડીવાડા ગામે પાનની દુકાને પગથીયા પર બેઠો હતો એવામાં અચાનક પાડીવાડા ગામનો ભોલો ઉર્ફે સોંડો કલાભાઇ ઠાકોર હાથમાં કુહાડા સાથે આવીને કુહાડાનો એક જોરદાર ઘા જોરૂભા વાઘેલાના માથામાં ઝીંકી દીધો હતો. આથી માથામાંથી લોહીની ધાર છુટવા લાગી હતી.

યુવાનની હાલત લોહિલુહાણ થઈ ગઈ હતી
આથી જોરૂભા વાઘેલા ઉભા થઇને બચવા માટે ભાગવા જતા ભોલાએ કુહાડીનો બીજો ઘા માથામાં મારવા જતા જોરૂભાએ બચવા માટે જમણો હાથ આડો ધરતા જમણા હાથના પંજાના ભાગે કુહાડીનો બીજો ઘા વાગ્યો હતો. આથી રાડ-બુમને દેકારો થતા ઇજાગ્રસ્ત જોરૂભા વાઘેલાનો અવાજ સાંભળીને એમનો ભાઇ ખુમાનસિંહ અને કાકા રામુજી જાલમસિંહ સહિતના યુવાનો આવી જતાં ભોલો કુહાડો લઇને ભાગી ગયો હતો. બાદમાં આ લોહિલુહાણ હાલતમાં બેભાન બનેલા યુવાનને ગાડીમાં તાકીદે સારવાર અર્થે પાટણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ગાળો બોલવાની ના પાડી હતી
આજથી વિસેક દિવસ અગાઉ પાડીવાડા ગામનો ભોલો ઉર્ફે સોંડો કલાભાઇ ઠાકોર પાડીવાડા ગામના જોરૂભા વાઘેલાના વાસમાં આવીને ગાળો બોલતો હોઇ એને ગાળો બોલવાની ના પાડતા એમની સાથે ઝપાઝપી કરી એનુ મનદુ:ખ રાખી એણે જોરૂભા વાઘેલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ યુવાનને પાટણ હોસ્પિટલમાં લઇ જવાતા માથામાં ઓપરેશન અને જમણા હાથે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.
આ યુવાને જણાવ્યું હતું કે, હાલ હું પાટણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું. પોલીસ મારૂ નીવેદન લઇ ગઇ છે. પણ મારા પર હુમલા થયો એ પહેલા જ મેં ઝીંઝુવાડા પોલીસને જાણ કરી હતી. અને હજી આ આરોપી પકડાયો નથી ને બીજી બાજુ હજી એ ગામમાં ધારીયું લઇને ખુલ્લેઆમ ફરે છે. આથી મારા પરીવારજનો પર પણ ઘાતક હુમલો થવાની મને દહેશત છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment