જો સમયસર કામ નહીં થાય તો:RTO કચેરીમાં અરજદાર ફરિયાદ નોંધાવી શકશે - Alviramir

જો સમયસર કામ નહીં થાય તો:RTO કચેરીમાં અરજદાર ફરિયાદ નોંધાવી શકશે

ભાવનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કર્મચારી અને અધિકારીઓ દ્વારા કામ માટે ઉદાસીનતા દાખવવામાં આવશે તો કાર્યવાહી

આરટીઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં મહત્તમ સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. અરજદારને ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટ,વાહન ફિટનેસ તેમજ અન્ય કામગીરી માટે આરટીઓ ભાવનગર રૂબરૂ આવવાનું જરૂરી હોય ત્યારે અહીં કોઈ કર્મચારી કે અધિકારીઓ દ્વારા કાયદેસરના વાજબી કામ માટે ઉદાસીન વલણ દાખવવામાં આવતું હોય અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરતા હોય તો આરટીઓને આધાર પુરાવા સાથે કચેરી ખાતે બપોરે 4 થી 6 દરમ્યાન રૂબરૂ રજૂઆત કરી શકે છે અથવા કચેરીના ફોન નં.0278-2424004 પર કચેરી સમય દરમિયાન નોંધાવી શકાશે.

ઉપરાંત કચેરીના અધિકારીઓને કોઈ અરજદાર ખોટું કામ પ્રલોભન કે ધાકધમકી આપે તો તેઓ પણ આરટીઓને દસ્તાવેજો સાથે લેખિતમાં ફરિયાદ આપી શકે છે. ભાવનગર જિલ્લાની જનતાએ પારદર્શક, ગતિશીલ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ તેમજ કામના સમયસર નિકાલ માટે પગલાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment