ઝુંબેશ:ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવવા ઝુંબેશ - Alviramir

ઝુંબેશ:ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવવા ઝુંબેશ

મુંબઈ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાલિકાની વિશેષ કામગીરીમાં અતિરિક્ત આયુક્ત જાતે વિવિધ વોર્ડની ફૂટપાથોનું નિરીક્ષણ કરી રહ્યા છે

મુંબઈ મહાપાલિકાએ ફૂટપાથને અતિક્રમણ મુક્ત કરવા માટે વિશેષ ઝુંબેશ આદરી છે. એમાં મુંબઈગરાઓને પણ સહભાગી કરવા બાબતે મહાપાલિકા તરફથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ફૂટપાથની સમસ્યા ઉકેલવા મહાપાલિકા તરફથી ટૂંક સમયમાં એપ લાવવામાં આવશે. મુંબઈના રસ્તા, ખાડાઓ વગેરેની ફરિયાદ નોંધાવવા મહાપાલિકાએ શરૂ કરેલ હેલ્પલાઈન, ટ્વિટર હેન્ડલ પ્રમાણે ખોવાયેલી ફૂટપાથ માટે એપ અસરકારક બનશે.

મુંબઈની મોટા ભાગની ફૂટપાથ પર ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે. આ તમામ ફૂટપાથ અતિક્રમણ મુક્ત કરવા ટૂંક સમયમાં ધોરણ અમલમાં આવશે. એના માટે મુંબઈ મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વોર્ડની ફૂટપાથનું જાતે નિરીક્ષણ કરવા પર ભાર મૂક્યો છે. એના લીધે ફૂટપાથ કેવી રીતે અતિક્રમણ મુક્ત કરી શકાય એનો કયાસ કાઢવામાં આવશે. આ સંપૂર્ણ ઝુંબેશમાં મુંબઈગરાઓને સામેલ કરવા અગ્રતા આપવામાં આવશે એમ અતિરિક્ત મહાપાલિકા આયુક્ત આશિષ શર્માએ જણાવ્યું હતું.

ફૂટપાથ પરના અતિક્રમણ દૂર કરવા માટે કઈ કઈ ઉપાયયોજના અમલમાં મૂકી શકાય એનો અભ્યાસ કરવામાં આવશે. એના માટે અતિરિક્ત મહાપાલિકા આયુક્ત પોતે વિવિધ વોર્ડની ફૂટપાથનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે એ, બી, ઈ વગેરે વોર્ડની ફૂટપાથનું નિરીક્ષણ કર્યું છે. શહેર અને ઉપનગરોની ફૂટપાથો પણ અતિક્રમણ મુક્ત કરવા માટે તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી રહ્યા છે. મહાપાલિકાના નવા પ્રસ્તાવિત એપમાં અતિક્રણ થયેલ ફૂટપાથ, ન દેખાતી ફૂટપાથ જેવી વિવિધ બાબત નોંધી શકાય છે. તેથી મહાપાલિકા પાસે પણ ફૂટપાથ બાબતે ખાતરીપૂર્વકની માહિતી ભેગી થશે. એના આધારે મહાપાલિકા માટે સંપૂર્ણ મુંબઈની ફૂટપાથ પર નજર રાખવી સહેલું થશે.

ગીચ વસતિવાળી ફૂટપાથ પર વધુ પડકાર
કોલાબાના સમાવેશવાળા એ વોર્ડની ફૂટપાથ પર અતિક્રમણની સમસ્યા ઓછી છે. બી વોર્ડના ભીંડીબજાર, સેન્ડહર્સ્ટ રોડ, મસ્જિદ બંદર જેવા ભાગમાં ફૂટપાથો પર ફેરિયાઓએ મોટા પ્રમાણમાં ધામા નાખ્યા છે. આ સમસ્યા ઉકેલવા મહાપાલિકા તરફથી ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમ જ શરૂઆતમાં એક વોર્ડમાં ઝુંબેશ અમલમાં મૂકાશે અને પછી બીજા વોર્ડમાં એ પ્રમાણે જ અમલબજાવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment