ટેકો જાહેર:રત્નાગિરિના 31 નગરસેવકોએ એકનાથ શિંદેને ટેકો જાહેર કર્યો - Alviramir

ટેકો જાહેર:રત્નાગિરિના 31 નગરસેવકોએ એકનાથ શિંદેને ટેકો જાહેર કર્યો

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નગરપંચાયતની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સાથે હાથ મેળવતા નારાજ હતા

રત્નાગિરિ જિલ્લામાં દાપોલી અને મંડણગાવ ખાતે કુલ 11 નગરસેવકોએ વિધાનસભ્ય યોગેશ કદમની આગેવાનીમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે મુલાકાત લીધી હતી. બીજી બાજુ રત્નાગિરિ નગર પરિષદના 20 નગરસેવકોએ વિધાનસભ્ય ઉદય સામંતની મુલાકાત લઈને પોતાનો ટેકો જાહેર કર્યો છે. આમ, રત્નાગિરિ જિલ્લાના કુલ 31 નગરસેવકોએ એકનાથ શિંદે જૂથને જાહેર ટેકો આપતાં ઠાકરેની શિવસેના માટે આ મોટો આંચકો માનવામાં આવે છે.

થોડા મહિના પૂર્વે દાપોલી અને મંડણગડ નગર પંચાયતની ચૂંટણી થઈ હતી. પાલકમંત્રી અનિલ પરબે તેમાં શિવસેનાની રાષ્ટ્રવાદી સાતે આઘાડી જાહેર કરી હતી. જોકે આઘાડીથી અનેક શિવસૈનિકો નારાજ થયા હતા. આ સમયે વિધાનસભ્ય યોગેશ કદમને પણ દૂર રાખવામાં આવ્યા હતા. આ આઘાડી માન્ય નહીં હોવાથી શિવસૈનિકોએ બળવો કરીને મંડળગડ ખાતે શહેર વિકાસ આઘાડી અને દાપોલીમાં શિવસેવા આઘાડી સ્થાપી હતી. તેમાં મંડણગડ ખાતે મોટી સફળતા મળી, જ્યારે દાપોલીમાં બે બેઠક પરથી શિવસેવા આઘાડી ચૂંટાઈ આવી હતી.

શિવસેનાની ટિકિટ પર ચૂંટાઈ આવેલી નગરસેવિકા શિવાની ખાનવિલકરે યોગેશ કદમની મુલાકાત લઈને પાલકમંત્રી પરબ વિશે જાહેર નારાજી વ્યક્ત કરી હતી. ચિપલૂણ ખાતે પક્ષની બેઠકમાં પણ પોતાની નારાજી વ્યક્ત કરીને પોતાની સાથે થતી ખરાબ વર્તણૂકની માહિતી આપી હતી. વિધાનસભ્ય યોગેશ કદમની આગેવાનીમાં ચૂંટણી લડેલી મંડણગડ શહેર વિકાસ આઘાડીએ આઠ બેઠક પર જીત મેળવી હતી, જ્યારે દાપોલી ખાતે શિવસેવા આઘાડીએ બે અપક્ષ નગરસેવકોને ટેકો આપ્યો, જેનો ફાયદો થયો હતો. જોકે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાષ્ટ્રવાદી સાથે આઘાડી કરીને દાપોલીમાં ઝાઝું કશું ઉકાળ્યું નહીં. એક બેઠક પણ ગુમાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment