ટ્રેક્ટર કાઢવા ગયેલી ક્રેન પણ ફસાઈ:મોરબીની ગાયત્રી હોટેલ પાસે ઔદ્યોગિક વિસ્તારમાં PGVCLની ટીમ ટીસી ઉતારવા પહોંચી, ગારાના થરમાં ટ્રેક્ટર અને ક્રેન બંને ફસાયાં - Alviramir

ટ્રેક્ટર કાઢવા ગયેલી ક્રેન પણ ફસાઈ:મોરબીની ગાયત્રી હોટેલ પાસે ઔદ્યોગિક વિસ્તારમાં PGVCLની ટીમ ટીસી ઉતારવા પહોંચી, ગારાના થરમાં ટ્રેક્ટર અને ક્રેન બંને ફસાયાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Team Of PGVCL Reached The Industrial Area Near Gayatri Hotel In Morbi To Unload The TC, Both The Tractor And The Crane Got Stuck In The Mud Layer.

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા રોડ ન બનાવવામાં આવતો હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • આજે આ હાલાકીનો સામનો PGVCLની ટીમને પણ કરવો પડ્યો

મોરબીમાં અત્યારસુધીમાં સામાન્ય પ્રજાજનો વરસાદ વરસે એટલે કાદવ-કીચડનો ભોગ બનતા હતા. આ અંગેની વ્યાપક ફરિયાદો પણ લોકો દ્વારા કરવામાં આવતી હતી. પણ નગરપાલિકા તો સબ સલામત હોવાના પોકળ દવા કરતી રહી છે. ત્યારે તંત્રની બેદરકારીનો ભોગ PGVCL બન્યું છે. જેમાં ઔધોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નં-02 પાસે ગાયત્રી હોટલ નજીક આજે સોમવારે PGVCLની ટીમ ટીસી ઉતારવા માટે ગઈ હતી. જ્યાં વરસાદને પગલે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયેલું હતું. જેથી PGVCLની ટીમ પ્રથમ તો ટ્રેક્ટર લઈને આવી હતી. પરંતુ ગારાના થર એટલા હતા કે ટ્રેક્ટર તેમાં ખુંપી ગયું પણ આગળ વધી ન શક્યું હતું. એ બાદ PGVCLની ક્રેન લઈને આવી છતાં કાદવના થર એવા જામી ગયા હતા કે ક્રેન પણ ફસાઈ ગઈ હતી.

નગરપાલિકા તંત્રે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કર્યા હતા પણ હકીકત કંઈક અલગ જ જોવા મળે છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં રોડ ન હોવાથી વરસાદના લીધે ઠેરઠેર કાદવ કિચડના થર જામી ગયા છે. જેથી સ્થાનિક વેપારીઓ અને અહી કામ કરતા શ્રમિકોમાં રોષ ભભૂક્યો છે. જ્યાં ક્રેન ફસાઈ છે એ રોડ ઉપરથી દરરોજ ઘણા રાહદારીઓ પસાર થાય છે. છતાં તંત્ર દ્વારા રોડ ન બનાવવામાં આવતો હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે .આજે આ હાલાકીનો સામનો PGVCLની ટીમને પણ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment