ઠગની ધરપકડ:રીક્ષામાં સવાર મુસાફરના 1 લાખ સેરવી લેનાર ઇસમ ઝડપાયો; ઉલટી કરવાના બહાને રિક્ષાના મુસાફરોને ઠગતો - Alviramir

ઠગની ધરપકડ:રીક્ષામાં સવાર મુસાફરના 1 લાખ સેરવી લેનાર ઇસમ ઝડપાયો; ઉલટી કરવાના બહાને રિક્ષાના મુસાફરોને ઠગતો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Isam, Who Took 1 Lakh Services From A Passenger In A Rickshaw, Was Caught; Tricks Rickshaw Passengers On The Pretext Of Vomiting

મોરબી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના જેતપર રોડ પર રીક્ષામાં બેસેલ મુસાફરનું ઉલટી કરવાના બહાને ધ્યાન ભટકાડી નજર ચૂકવી 1 લાખની રોકડ રકમની ચોરી કરનાર રિક્ષાચાલકને પોલીસે ઝડપી લીધો છે અને ચોરીમાં ગયેલ એક લાખની રોકડ રકમ તેમજ રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે.

બનાવની મળતી વિગત મુજબ માળિયાના ખાખરેચી ગામના પ્રવીણભાઈ આંબાભાઈ જસાપરા નામના મુસાફર રીક્ષામાં બેસી મોરબી તરફ આવતા હોય ત્યારે બાજુમાં બેસેલ બે અજાણ્યા ઇસમોએ ઉલટી થાય છે, તેવું બહાનું કાઢીને નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂ 1 લાખની ચોરી કરી હતી, અને ફરિયાદીને રસ્તામાં ઉતારી બે અજાણ્યા ઈસમો સાથે રિક્ષાચાલક નાસી ગયો હતો.

મુસાફરોનું બીજે ધ્યાન દોરી ચોરીને અંજામ આપ્યો
આ બનાવ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેથી એલસીબી ટીમે ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન નવલખી ફાટકથી બાયપાસ રોડ થઈને રવિરાજ ચોકડી તરફ રીક્ષા JG 03 BU 2023 જતી દેખાઈ તેને રોકીને રિક્ષાચાલકની તલાશી લેતા રૂ 1 લાખ રોકડ મળી આવતા સઘન પૂછપરછ કરી હતી. જેમાં જેતપર ગામ પાસેથી રીક્ષામાં બેસાડેલ મુસાફરની નજર ચૂકવી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી એલસીબી ટીમે આરોપી ધનજી દેવજી ગેડાણી રહે રાજકોટ રેલ્વે સ્ટેશન સામે વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ 1 લાખ અને સીએનજી રીક્ષા કીમત રૂ 1 લાખ મળીને કુલ 2 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે અન્ય આરોપી હાર્દિક મનસુખ ભાલાળા રહે રાજકોટ પોપટપરા મેઈન રોડ અને અમિત કોળી રહે રાજકોટ પોપટપરા વાળાના નામો ખુલતા બંનેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે. જેમાં આરોપી અગાઉ લોધિકા પોલીસ મથક, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક, રાજકોટ શહેર બી ડીવીઝન, રાજકોટ શહેર એ ડીવીઝન તેમજ રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં પ્રોહીબીશન, ચોરી, જુગાર સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment