ઠાકોર સમાજની નેતાગીરી સામે અલ્પેશ ઠાકોરના સવાલ:કહ્યું- 'ઠાકોર સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો છે, તો અલ્પેશ ઠાકોર સામે કેમ સવાલ કરો છો?' - Alviramir

ઠાકોર સમાજની નેતાગીરી સામે અલ્પેશ ઠાકોરના સવાલ:કહ્યું- 'ઠાકોર સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો છે, તો અલ્પેશ ઠાકોર સામે કેમ સવાલ કરો છો?'

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાટણમાં અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ગુજરાત ઠાકોર સમાજ પાટણ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ હતી

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના સંગઠનને મજબુત કરવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનને મજબુત કરવા અને સમાજના શિક્ષણની અગત્યની ચર્ચા વિચારણા માટે સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ વચ્ચે અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની કારોબારી બેઠક યોજાઈ હતી.

કોઇ કામ લઇને જાઓ તો કહે ક્યાં ગઇ ઠાકોર સેના?
પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના-પાટણ જિલ્લા દ્વારા સમાજના સંગઠનને મજબુત કરવા અપેક્ષિત કાર્યકરોની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સમાજની નેતાગીરી પર અલ્પેશનો ઠાકોરે પોતાન ભાષણમાં જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો છે તો અલ્પેશ ઠાકોર સામે કેમ સવાલ કરો છો. આ લોકો ની જવાબદારી નથી.જે સમાજ ના નામે બેઠા છે. જે સમાજ ની વાત કરો છો. તો શું ફક્ત અલ્પેશ ઠાકોરને જવાબ આપવાનો છે. તમારી બધાની કોઈ જવાબદારી નથી. કોઈ કોને રંજાડે છે. તો ક્યાં ગઈ ઠાકોર સેના?, ક્યાં કોઈને તકલીફ પડે તો ક્યાં ગઈ અલ્પેશની ઠાકોર સેના? ક્યાંક સરકારી કચેરીમાં કોઈ સાંભળે નહીં તો ક્યાં ગઈ અલ્પેશની સેના?, જ્યાં સંસદ, મિનિસ્ટસર, ધારાસભ્ય તમારો બેઠો છે એમને કાઈ કરવું નથી. સવાલ આપણને કરવા છે. આપડે એક હજાર વાર કહીએ છીએ કે, એવા લોકોને કયારે તકલીફ નહીં પાડવા દઉં જ્યારે અલ્પેશ બેઠો છે.

આપનારો નહીં માગનારો બન્યો છું
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કરમની કાઢનાઈ એવી છે કે, સાહેબ આપનારો નહીં માગનારો બન્યો છું. જે દિવસે આપનારો બને એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે, તમારા અધિકારને રોકી શકે કે ઝૂંટવી શકે. તકલીફ એવી છે કે કઈ મળ્યું નથી અને માંગે છે. અત્યારે સંઘર્ષ કરી રહ્યા છીએ. જે દિવસે કૂવામાં પાણી આવશે એ દિવસે આ હવાડા ખાલી નહીં રહેવાના દોસ્તો યાદ રાખજો. રાજનીતિ 10, 20, 70 વર્ષ રહ્યા તો સમાજને શુ આપ્યું એ જવાબ તો અપવાઓ પડે ને.

વિવિધ જગ્યાએ અપેક્ષિત કાર્યકરો સાથે બેઠકો યોજીશું
આ બેઠકમાં ઉપસ્થિત અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજના સંગઠન અને તેની વિચારધારાને મજબુત કરવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓમાં અપેક્ષિત કાર્યકરો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે. મારી નજરે ગુજરાત જેનું અલગ અલગ વર્ગમાં જઈ કેમેરામાં કંડારવાનો પ્રયત્ન કરાઈ રહે છે. આવનારા સમયમાં ગ્રાન્ડ લોન્ચિંગ અને ઇવેન્ટ કરવામાં આવશે અને પુસ્તિકા બહાર પડશે. હું જાતે અલગ અલગ વર્ગ ગુજરાતના ઠાકોર સમાજની સાથે બીજા સમાજ માલધારી સમાજ બીજા વર્ગ શિક્ષકો, આંગણવાડી વેપારી સહિત તમામ 28 મોટા વર્ગોને કેમેરામાં કંડારવાનો છે. ગુજરાત માટે જે યોગદાન છે જરૂરિયાત છે તે મુદ્દાને લઇ કાર્યક્રમ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment