ડાંગની સુંદરતા જોવા પ્રવાસીઓ ઉમટ્યાં:વરસાદ બાદ લોકોએ કુદરતી સૌંદર્યની મજા માણી, દરેક ઝરણા તેના પૂર્ણ સ્વરુપે વહેતા નયનરમ્ય નજારો જોવા મળ્યો - Alviramir

ડાંગની સુંદરતા જોવા પ્રવાસીઓ ઉમટ્યાં:વરસાદ બાદ લોકોએ કુદરતી સૌંદર્યની મજા માણી, દરેક ઝરણા તેના પૂર્ણ સ્વરુપે વહેતા નયનરમ્ય નજારો જોવા મળ્યો

ડાંગ (આહવા)7 મિનિટ પહેલા

વરસાદ ખુલતાની સાથેજ ડાંગમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલતા આહ્લાદક માહોલ સર્જાતા પ્રવાસીઓએ પ્રકૃતિને મનભરીને માણી હતી. ગીરમાળ ધોધ ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગીરા નદી પર ગીરમાળ નજીક આવેલો છે. જિલ્લાના મુખ્ય મથક આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ આવે છે.

યુ-ટર્ન પોઇન્ટ (કુદરતી નેકલેશ)
ધોધથી થોડે પહેલા આવતો આ યુ-ટર્ન પોઇન્ટ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જેને પ્રથમ નજરે જોતા આબેહૂબ નેક્લેશ જેમ દેખાતા તેને કુદરતનો નેક્લેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં વનવિભાગ દ્વારા સુંદર વ્યુ-પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. હાલ પાણીની આવક વધુ હોવાથી યુ-ટર્ન પોઇન્ટ વધુ સુંદરતા પાથરી સહેલાણીઓને આકર્ષી રહ્યો છે. યુ આકારની ગીરા નદીને જોવું એ એક અદ્ભુત અનુભવ છે.

ઊંચાઈએથી પડતો ગીરમાળ ધોધ
ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગીરા નદી પર ગીરમાળ નજીક આવેલ આ ધોધ સૌથી ઉંચો ધોધ છે. આ ધોધ લગભગ 100ફૂટ ઊંચાઈએથી નીચે પડે છે. જ્યાં પડતાની સાથે ગર્જના કરતો અવાજ સંભળાય છે. આટલી ઊંચાઈએથી પાણી નીચે પડતું પાણી ધુમ્મસના વાદળો બનાવે છે. જે ક્યારેક ક્યારેક સુંદર મેઘધનુષ્યનો અનુભવ પણ કરાવે છે.

કઈ રીતે પોંહચવું
આ ધોધ મહાલથી 35કિમી. આહવાથી 50કિમી. વઘઈથી78કિમી.અને સાપુતારાથી 89કિમીના અંતરે આવેલ છે. અમદાવાદથી 380કિમી, સુરતથી 140કિમી અને વડોદરાથી 275કિમીના અંતરે આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment