ડાંગમાં જનજીવન અસ્તવ્યસ્ત:પુરે સર્જેલી તારાજીથી ખેતરો, ઘર-વખરી અને નાળા-પુલો ધોવાયા; તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત થયું - Alviramir

ડાંગમાં જનજીવન અસ્તવ્યસ્ત:પુરે સર્જેલી તારાજીથી ખેતરો, ઘર-વખરી અને નાળા-પુલો ધોવાયા; તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત થયું

ડાંગ (આહવા)38 મિનિટ પહેલા

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પૂર્ણાં નદીના કેચમેન્ટ એરિયામાં આવતા અનેક ગામોને જોડતા કોઝવે વિનાશક પુરમાં તબાહ કરી દેતા માર્ગ મકાન વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન થવા સાથે કુદરતી પ્રકોપથી લોકોને ભારે વિટંબણાનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી છે.

કેટલાક વિસ્તારોમાં ધોવાયેલા રસ્તા નાળા ની સમારકામ હજુ પણ બાકી
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પૂર્ણાં નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ કરંજડા થી પંપા સરોવર જતા માર્ગ ઉપર આવેલ કોઝવે ધોવાય જતા આ વિસ્તારના ગામો તાલુકા મથકેથી સંપર્ક વિહોણા બની જવા પામ્યા હતા. સદીના મહાવિનાશક મહાપુર તરીકે આલેખાયેલ જળપ્રલયથી સુબિર તાલુકાના બીજુરપાડાથી ખાંભલા,પીપલાઈદેવીથી ટાક્લીપાડા,પીપલદાહડ થી જૉગથવા,અને જુન્નેર થી ચીંચવિહીર વચ્ચે આવેલ કોઝવે ધોવાઈ મહાવિનાશ થઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી હતી.તદઉપરાંત ઠેકઠેકાણે ભેખડો ધસી પડવાની તેમજ વૃક્ષો ધરસાઈ થતા વિજપોલ તૂટી જતા આ વિસ્તારોમા વીજ પુરવઠો ખંડિત થતા અંધારપટ છવાઈ જવા સાથે ટેલિફોન ,વાહન વ્યવહાર, સહિત સંપૂર્ણ ઠપ્પ થઈ જતા લોકો વિપદા થી ઘેરાઈ જવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment