ડાંગમાં પૂર બાદ હાલાકી:પૂર્વ વિસ્તારના કેટલાક ગામો સંપર્ક વિહોણા; વિજ પૂરવઠો બંધ થતા સ્થિતિ કફોળી બની - Alviramir

ડાંગમાં પૂર બાદ હાલાકી:પૂર્વ વિસ્તારના કેટલાક ગામો સંપર્ક વિહોણા; વિજ પૂરવઠો બંધ થતા સ્થિતિ કફોળી બની

ડાંગ (આહવા)40 મિનિટ પહેલા

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પૂર્ણાં નદીના કેચમેન્ટ એરિયામાં આવતા અનેક ગામોને જોડતા કોઝ-વે વિનાશક પૂરમાં તબાહ થતા માર્ગ મકાન વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન થવા સાથે કુદરતી પ્રકોપથી લોકોને ભારે વિટંબણાનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી છે.

વરસાદના કારણે માર્ગો ધોવાઈ ગયા છે

વરસાદના કારણે માર્ગો ધોવાઈ ગયા છે

કોઝ-વે બંધ થતા વાહનવ્યવહાર ખોરવાયો
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના પૂર્ણાં નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ કરંજડાથી પંપા સરોવર જતા માર્ગ ઉપર આવેલ કોઝ-વે ધોવાય જતા આ વિસ્તારના ગામો તાલુકા મથકેથી સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે. સદીના મહાવીનાશક પુર તરીકે આલેખાયેલ જળપ્રલયથી સુબિર તાલુકાના બીજુરપાડાથી ખાંભલા,પીપલાઈદેવીથી ટાક્લીપાડા,પીપલદાહડ થી જોગથવા,અને જુન્નેરથી ચીંચવિહીર વચ્ચે આવેલ કોઝ-વે ધોવાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી છે.તદ્ઉપરાંત ઠેકઠેકાણે ભેખડો ધસી પડવાની તેમજ વૃક્ષો ધરસાઈ થતા વિજપોલ તૂટી જતા આ વિસ્તારોમા વીજ પુરવઠો ખંડિત થતા અંધારપટ છવાઈ જવા સાથે ટેલિફોન ,વાહન વ્યવહાર, સહિત સંપૂર્ણ ઠપ થઈ જતા લોકો વિપદાથી ઘેરાઈ જવા પામ્યા છે.

ડાંગમાં પૂર બાદ સર્વત્ર પાણી નજરે આવી રહ્યું છે

ડાંગમાં પૂર બાદ સર્વત્ર પાણી નજરે આવી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment