ડાંગરની ખેતી કરતા ખેડુતોમાં ચિંતા:સાબરકાંઠાના ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા, ઓછા વરસાદ વચ્ચે બોરવેલના સહારે ડાંગરની વાવણી શરુ કરી - Alviramir

ડાંગરની ખેતી કરતા ખેડુતોમાં ચિંતા:સાબરકાંઠાના ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા, ઓછા વરસાદ વચ્ચે બોરવેલના સહારે ડાંગરની વાવણી શરુ કરી

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • સાબરકાંઠા જીલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા, પ્રાંતિજ તાલુકો ડાંગરનો હબ,ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ બોરવેલના સહારે ડાંગરની વાવણી શરુ કરી

સાબરકાંઠા જીલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસું ખેતીની શરૂઆત કરી દીધી છે. તો કપાસ, તેલીબીયા, અને મગફળીનું વાવેતર શરુ કર્યું છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ તાલુકો એ ડાંગર હબ છે, જ્યાં ડાંગરનું વાવેતર વધુ થતું હોય છે, બાકીના તાલુકામાં પ્રાંતિજના પ્રમાણમાં ઓછુ થાય છે. ડાંગરનું વાવેતર કરવા માટે વરસાદ વધુ જોઈએ અને ખેતરો પહેલા પાણીથી ભરવા પડે છે. ત્યારબાદ ટ્રેક્ટર થકી તેની માટીને ગદડવી પડે છે. અને પાણીના ભરાયેલા ખેતરમાં લાવેલા ડાંગરના ધરું ચોપવામાં આવે છે.

ડાંગર પર આધારીત ખેતી કરતા ખેડુતો માટે ચિંતા સર્જાઇ
પ્રાંતિજ તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરથી જાણીતા આ વિસ્તારમાં પોગલુ, પિલુદ્રા અને સોનાસણ ગામના ખેડુતો મોટા પ્રમાણમાં ડાંગરનુ ઉત્પાદન કરતા હોય છે. આ ચોમાસામાં વરસાદ ઓછો હોવાને લઇને હવે ડાંગર પર આધારીત ખેતી કરતા ખેડુતો માટે ચિંતા સર્જાઇ છે. હાલમાં જુલાઇ માસનો હોવા છતાં પણ વરસાદ જે પ્રમાણે વરસવો જોઇએ તેવો વરસ્યો નથી. બીજી તરફ ડાંગરના વાવેતર કરવાનો સમય થઇ ગયો છે, જો વાવેતર શરુ કરવામાં ન આવે તો 100 દિવસનો પાક યોગ્ય ઉતરતો નથી અને પાછળની ખેતી પણ મોડી થાય છે. તો પ્રાંતિજ તાલુકામાં 363 હેક્ટરમાં વાવેતર થયું છે. તો ગત વર્ષે પ્રાંતિજ તાલુકામાં 6524 હેક્ટરમાં વાવેતર થયું હતું.

સૌથી વધુ 71,615 હેકટરમાં મગફળીનું વાવેતર થયું
જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં ચોમાસાના જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે ધરતીપુત્રોએ ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ, તુવેર, અડદ,ડાંગર, શાકભાજી અને લીલા ઘાસચારાનું વાવેતર કર્યુ છે. સૌથી વધુ 71,615 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જયારે બીજા નંબરે 47990 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. હિંમતનગર તાલુકમાં 40724, ઇડરમાં 39729, ખેડબ્રહ્મામાં 18668, પોશીનામાં 8102, પ્રાંતિજમાં 13785, તલોદમાં 16110, વડાલીમાં 12535 અને વિજયનગર તાલુકામાં 10002 મળી કુલ 1,59,655 હેકટરમાં વાવેતર કર્યું છે. વરસાદ-મીમી-ટકા-ઇડર 264મીમી27.24, ખેડબ્રહ્મા 350મીમી42.02, તલોદ 246મીમી31.22, પ્રાંતિજ 170મીમી20.86, પોશીના 318મીમી38.04, વડાલી 363મીમી41.92, વિજયનગર 410મીમી49.16 અને હિમતનગર416 મીમી49.46 ટકા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment