ડીબી ઈમ્પેક્ટ:ખારાઘોડા આંગણવાડીના તૂટેલા પતરામાંથી પડતા પાણીનો મામલો, ઘટક-1ના સીડીપીઓ, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરને નોટિસ ફટકારવામાં આવી - Alviramir

ડીબી ઈમ્પેક્ટ:ખારાઘોડા આંગણવાડીના તૂટેલા પતરામાંથી પડતા પાણીનો મામલો, ઘટક-1ના સીડીપીઓ, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરને નોટિસ ફટકારવામાં આવી

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આ જર્જરિત આંગણવાડીને સલામત સ્થળે ખસેડવામાં આવતા બાળકો સાથે વાલીઓએ લીધો રાહતનો દમ
  • ખારાઘોડા આંગણવાડીના તુટેલા પતરામાંથી વરસાદી પાણી બાળકોને ભીંજવી રહ્યું હતું

સુરેન્દ્રનગર જિલ્લાની ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12નો વીડિયો સાથેનો વિસ્તૃત અહેવાલ ડીબી ડિજિટલમાં આવ્યો હતો. જેમાં ખારાઘોડા આંગણવાડીના તૂટેલા પતરામાંથી વરસાદી પાણી બાળકોને ભીંજવી રહ્યું હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ડીબી ડિજિટલના આ વિસ્તૃત અહેવાલ બાદ આ જર્જરિત આંગણવાડીને સલામત સ્થળે ખસેડવામાં આવતા બાળકો સાથે વાલીઓએ રાહતનો દમ લીધો હતો. આ અહેવાલ બાદ ઘટક-1ના સીડીપીઓએ આંગણવાડી કાર્યકરની ભૂલ હોવાનું કહી હાથ ઊંચા કર્યા હતા. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા ઘટક-1ના સીડીપીઓ, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરને નોટિસ ફટકારવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12નો વીડિયો સાથેનો વિસ્તૃત અહેવાલ ડીબી ડીજીટલમાં આવ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની ખારાઘોડા ખાતે ઘટક 1ની આંગણવાડી કેન્દ્ર નંબર 12માં જોખમી પરિસ્થિતિમાં બાળકો પોષણ લઈ રહ્યા હતા. જે બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવાની સાથે ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12નો વીડિયો સાથેનો વિસ્તૃત અહેવાલ ડીબી ડિજિટલમાં આવ્યો હતો. જેમાં ખારાઘોડા આંગણવાડીના તૂટેલા પતરામાંથી વરસાદી પાણી બાળકોને ભીંજવી રહ્યું હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા ચકચાર
સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર એમ.એમ.ગઢવી દ્વારા દસાડા ઘટક-1ના સીડીપીઓ, મુખ્ય સેવિકા અને ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12ના કાર્યકરને નોટિસ ફટકારવામાં આવી છે. ખારાઘોડાની આ આંગણવાડી જર્જરિત અને જોખમી હોવા છતાં દસાડા‌ તાલુકાના આંગણવાડી ઘટક-1 સીડીપીઓ દ્વારા કોઈ પગલાં કેમ લેવામાં ન આવ્યા ? તે બાબતે લેખિતમાં ખુલાસો આપવા જણાવાયું છે. સીડીપીઓ અને મુખ્ય સેવિકાને લેખિતમાં નોટિસ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

દસાડા તાલુકામાં આંગણવાડીની હાલત ખૂબ દયનીય
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આંગણવાડીઓની હાલત ખૂબ દયનીય જોવા મળી રહી છે. જેમાં અધિકારીઓની આળસના કારણે આંગણવાડી કેન્દ્રો પર નાના નાના ભુલકાઓ જોખમી રીતે પોષણ મેળવી રહ્યા છે. ત્યારે દસાડા ઘટક-1 ખારાઘોડા કેન્દ્ર નંબર-12ની જર્જરિત અને વરસાદી પાણી ઝીલતા આંગણવાડીમાં બાળકો પોષણ લેતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ઘટક 1ના સીડીપીઓ હંસાબેન પીઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, જર્જરિત આંગણવાડી હોય તો અન્ય જગ્યાએ ભાડા પેટે રાખવી તેવો પત્ર કરી દીધો હતો. પરંતુ આંગણવાડી કેન્દ્રના કાર્યક્રર દ્વારા અન્ય સ્થળે ખસેડવામાં આવી ન આવી હોવાનુ જણાવી હાથ ઉંચા કરાયા હતા.

ડીબી ડિજિટલના અહેવાલના પગલે આ આંગણવાડી સલામત સ્થળે ખસેડાઇ
ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12નો વીડિયો સાથેનો વિસ્તૃત અહેવાલ ડીબી ડિજિટલમાં આવ્યો હતો. આ અહેવાલના પગલે હાલ આ જર્જરિત આંગણવાડીને અન્ય સલામત સ્થળે આંગણવાડી બદલી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ખારાઘોડા આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા તાલુકા કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યુ હોવાનું ખારાઘોડા આંગણવાડી કાર્યકરે જણાવ્યુ હતુ. બાદમાં જર્જરીત અને વરસાદી પાણી ટપકતી આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવતા બાળકોના વાલીઓ પણ ભારે રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment