ડુમસ-સુવાલી બીચ બંધ:હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય, 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને મોજા ઉછળવાની શક્યતાને લઈને તંત્ર સતર્ક - Alviramir

ડુમસ-સુવાલી બીચ બંધ:હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય, 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને મોજા ઉછળવાની શક્યતાને લઈને તંત્ર સતર્ક

સુરતએક કલાક પહેલા

બેરિકેટ મૂકી બીચ બંધ કરાયો.

હવામાન વિભાગ દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂકાવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતા રહેલી છે. જેને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

બીચ પર દુકાન ચાલકોને પણ જવા પર પ્રતિબંધ.

બીચ પર દુકાન ચાલકોને પણ જવા પર પ્રતિબંધ.

માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂકાવવાની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતાના આધારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે લોકોની સલામતીને ધ્યાને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી નવો હુકમ ન થાય ત્યાં સુધી ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રહેશે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે નિર્ણય કરાયો.

લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે નિર્ણય કરાયો.

પોલીસ વિભાગ દ્વારા નિણર્ય લેવામાં આવ્યો
વરસાદી માહોલ અને શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ડુમસ અને સુવાલી બીચ પર જતા હોય છે. ત્યારે કોઈ અઘટીત દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જેથી કરીને લોકોની સુરક્ષા જળવાઈ રહે અને બિનજરૂરી કામ વગર ખોટા લટાર મારવા માટે બીચ ઉપર જીવના જોખમે પહોંચી જતા લોકો ન જાય તેના માટે નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment