તંત્રની અગમચેતી:પોરબંદરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા 24 જેટલા જોખમી રસ્તા બંધ કરાયા; વૈકલ્પિક રુટની વ્યવસ્થા કરાઈ - Alviramir

તંત્રની અગમચેતી:પોરબંદરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા 24 જેટલા જોખમી રસ્તા બંધ કરાયા; વૈકલ્પિક રુટની વ્યવસ્થા કરાઈ

પોરબંદર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસના જિલ્લાઓમાંથી છોડવામા આવેલ પાણીના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા 24 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વરસાદી પાણી ફરી વળતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્રારા વાહન વ્યવહાર માટે જિલ્લામાં જુદા-જુદા 24 રસ્તાઓ બંધ કરાયા છે તથા આવાગમન માટે વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરાયા છે. જે પૈકી પોરબંદર તાલુકાનાં 10, રાણાવાવ તાલુકાના 6, કુતિયાણા તાલુકાના 8 રસ્તાઓ બંધ કરી જરૂર જણાયે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કોઇ પાણીમાં જોખમ ખેડે નહી. પાણી ઉતરતા બંધ કરાયેલ આ તમામ રસ્તાઓ ફરી શરૂ કરાશે. હાલપૂરતા આ રસ્તાઓ માટે વૈકલ્પિક રુટની વ્યવસ્થા કરવામાં આવી છે.

બંધ કરવામા આવેલા માર્ગ
ભડ ચિકાસા રોડ, છત્રાવા નેરાણા રોડ, છત્રાવા જમરા રોડ, પાતા શર્મા રોડ, હેરડા પાદરડી રોડ, ભડ નવાગામ સીમ શાળા રોડ, ધરશન રેવદ્રા કડેગી રોડ, ધરશન સમેગા ગઢવાના રોડ, જુના ભાદર પુલથી રાતિયા તરફ જતો રસ્તો, દેવડા વાંસજાળીયા રોડ, માંડવા કુતિયાણા રોડ, બળેજ અમીપુર રોડ, શિંગડા ભેટકડી વાયા પઠાપીર રોડ, બખરલા બેરણ રોડ, ભોડદર કોટડા રોડ, જાંબુ પાદરડી રોડ, દેસીંગા મોડદર રોડ, કંટોલ એપ્રોચ રોડ, કુતિયાણા દેવડા રોડ, સોઢાણા પોરની ગારી રોડ, આદિત્યાણા બોરીચા બખરલા રોડ, ઠોયાણા જાંબુ રોડ, કેરાળા વરવાળા રોડ તથા ભારવાડા બેરણ વિંજરાણા રોડ બંધ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment