તંત્રની આળસે લોકો પર તોળાતું જોખમ:હિંમતનગરના ભોલેશ્વર દાદાના મંદિરનો રોડ ધસી પડ્યો, સ્મશાનનો કોટ-ભેખડ પણ ધસી પડતાં ચાલકોના માથે મોતની લટકતી તલવાર - Alviramir

તંત્રની આળસે લોકો પર તોળાતું જોખમ:હિંમતનગરના ભોલેશ્વર દાદાના મંદિરનો રોડ ધસી પડ્યો, સ્મશાનનો કોટ-ભેખડ પણ ધસી પડતાં ચાલકોના માથે મોતની લટકતી તલવાર

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • The Road To Bholeshwar Dada’s Temple In Himmatnagar Collapsed, The Cliff Of The Crematorium Also Collapsed, The Sword Of Death Hanging Over The Drivers.

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • બ્રેક ના લાગે તો નદીમાં પડવાની બીક, પડતી ભેખડની બીક વચ્ચે વાહન ચાલકોને હાલાકી
  • લોકોના મોઢે સાંભળ્યું છે કે રોડ તુટ્યો છે પરંતુ કોઈ રજૂઆત નથી આવી – પાલિકા પ્રમુખ

હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર દાદાના મંદિરે જવું હોય તો હાથમતી નદી પર આવેલ કોજવે પરથી ભોલેશ્વર મંદિર વિસ્તારમાં જવાય છે. શહેરના પોસ્ટ ઓફિસ અને ટાઉનહોલ બંને રોડ થઇને કોઝવેનો ઢાળ ઉતરીને જવું પડે છે. પણ સમસ્યા એ છે કે વરસાદી પાણીની પાઈપ લાઈન બ્લોક થતાં શહેરનું વરસાદી પાણી રોડ પર થઈને વહે છે, જેને લઈને RCC રોડ એક તરફ ધસી પડ્યો છે અને સાથે પ્રોટેક્શન વોલ પણ ધસી પડી છે.

સ્મશાનનો કોટ અને ભેખડ પણ ધસી રહી છે
સ્થાનિકો અને અવર જવર કરતા રાહદારીઓએ તંત્રને જાણ કરતાં સમારકામ માટે તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સમારકામ થયું નથી. ઉલટાનું નુકસાન વધી રહ્યું છે અને બીક વધી ગઈ છે. કારણ કે પાણીના કારણે એક તરફ રોડ ધસી પડ્યો છે. તો બીજી તરફ સ્મશાનનો કોટ અને ભેખડ ધસી રહી છે. ત્યારે અહીંથી વાહન લઈને પસાર થઇએ ત્યારે પહેલા વાહનની બ્રેક ચેક કરવી પડે પછી વાહન લઈને જવું પડે. નહિ તો બીજી તરફ ધસતી ભેખડ પણ જો પડે તો પણ અકસ્માત સર્જાય તેવી વકી છે.

બ્રેક ના લાગે તો સીધા જ કાટમાળ સાથે નદીમાં પડવાની બીક
ઢાળને કારણે ભોલેશ્વર જતી વખતે વાહનની સ્પીડ વધુ હોય છે, એમાં પણ વળાંકમાં જ રોડ ધસી પડ્યો છે અને નદીમાં કાટમાળ પડ્યો છે. તો કોઈ અકસ્માત ના સર્જાય માટે પથ્થર અને વીજ થાંભલો મૂકી ને વાહન ચાલકોને સાવધાન કરાયા છે. પણ સ્પીડમાં ઉતરતાં બ્રેક ના લાગે તો સીધા જ કાટમાળ સાથે નદીમાં પડવાની વકી છે. તો બીજી તરફ ભેખડ અને કોટ લટકતા છે તેનો કેટલોક ભાગ સમયાંતરે વરસાદી પાણીને લઈને પડતો રહે છે તેથી તેની પણ બીક છે. બ્રેક ના લાગે તો નદીમાં પડવાની બીક તો બીજી તરફ પડતી ભેખડની બીક વચ્ચે વાહન ચાલકો પસાર થાય છે.

સમારકામ કરવા માટે કોંગ્રેસ દ્વારા લેખિત જાણ કરાઈ
તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા સ્થાનિકોના આક્ષેપ છે. તો રાત્રે તો આ રસ્તે જવું એટલે મોતને આમંત્રણ સમાન છે. કારણ કે સામાન્ય લાઈટ અને અંધારામાં સામેથી વાહન આવતું અને બીજી તરફ ઉતરતું હોય ત્યારે દુર્ઘટના સર્જાવાની વકી વધુ છે. આ અંગે પાલિકામાં ચીફ ઓફિસરને 12 જુલાઈએ સમારકામ કરવા માટે કોંગ્રેસ દ્વારા લેખિત જાણ કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. આ અંગે પાલિકા પ્રમુખને પૂછતા તેમને જણાવ્યું હતું કે લોકોના મોઢે સાંભળ્યું છે કે રોડ તુટ્યો છે પરંતુ કોઈ રજૂઆત નથી આવી. પરંતુ આ અંગે બાંધકામ વિભાગમાં હું તપાસ કરાવીશ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment