તંત્રનો નિર્ણય:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી બંધ થઈ - Alviramir

તંત્રનો નિર્ણય:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી બંધ થઈ

દ્વારકા27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દરિયાના કરન્ટ અને વરસાદની આગાહીના કારણે તંત્રનો નિર્ણય

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છેજેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે.બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. પરંતુ હાલ દરિયામાં વધુ કરંટ અને વરસાદી વાતાવરણ હોવાથી અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાના કારણે હાલ ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

બેટ દ્વારકા જતી ફેરિબોટ સર્વિસ ભારે પવન અને મોજા ના કારણે બંધ કરાઈ છે. હાલ દરીયામાં વધુ મોજા હોવાથી ફેરી બોટ કાઠે લગાવી ન શકાવાની સ્થિતિ થતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ જીએમબી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે સ્થિતિ સામાન્ય થતા ફેરીબોટ સર્વિસ યથાવત કરવામાં આવશે. તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment