તંત્ર નિદ્રાંધિન:પાંજરાપોળોને રૂ .500 કરોડ સહાયની સરકારની જાહેરાતના 5 મહિના બાદ પણ અમલ કર્યો નથી - Alviramir

તંત્ર નિદ્રાંધિન:પાંજરાપોળોને રૂ .500 કરોડ સહાયની સરકારની જાહેરાતના 5 મહિના બાદ પણ અમલ કર્યો નથી

પાટણ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સહાય યોજનાને તાત્કાલિક અમલી બનાવવા માંગ સાથે પાટણ જિલ્લા પાંજરાપોળ, ગૌશાળા સંઘ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી

પાંજરાપોળ,ગૌ શાળાઓમાં આશ્રિત અબોલ જીવોને બચાવવા સહાય માટે માગણી ઉઠતાં સરકાર દ્વારા રૂ.500 કરોડની સહાય યોજનાની જાહેરાત કરાયા બાદ હજુ સુધી તે દિશામાં કોઈ પગલાં નહીં ભરાતા જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી સહાય યોજનાને તાત્કાલિક અમલી બનાવવા માંગ કરી હતી. ગૌશાળા પાંજરાપોળોમાં અબોલ જીવો માટે સહાય આપવાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આવેલ ગૌશાળા પાંજરાપોળોમાં ગૌવંશ સહિતના અબોલ જીવોના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી.

માગણીના અનુસંધાને સરકાર દ્વારા 2022-23ના બજેટમાં કરોડની સહાય અંગે 3 માર્ચે રૂ. 500 કરોડની જાહેરાત કરાઈ હતી. જાહેરાતને પાંચ માસ જેટલો સમય વીતી જવા છતાં યોજના અમલમાં મુકાય નથી આ યોજનાની જાહેરાત થતા દાતાઓમાં સંદેશ પહોંચતાં દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઈ ગયો છે. જ્યારે બીજી બાજુ સરકાર તરફથી જાહેરાત બાદની કોઈ જ કાર્યવાહી કરેેલ નથી.આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી અને હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેનો નિભાવ ખર્ચ પણ વધી રહ્યો છે.

જેથી તા.11જુલાઈ 2022 ના રોજ ઉત્તર ગુજરાત ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોની બેઠક ડીસા તાલુકાના કોટ મુકામે મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કર્યું હતું કે સરકાર તરફથી દિન 15માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહીં પહોંચે તો સંસ્થાઓમાં ગૌવંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે ઉગ્ર આંદોલન કરવા માટે મજબુર બનશે, તેવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલાં સરકાર દ્વારા ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાવવા માગણી કરી છે.આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પાટણ પાંજરાપોળ સંસ્થાના મંત્રી ધીરુભાઈ શાહ, કમલેશભાઇ, જયેશ રાજગોર, સેવંતીભાઇ શાહ, જયેશ પટેલ, બળવંતભાઇ, સહિત હારીજ, રાધનપુર, ઝીલીઆની સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment