તપાસ:એન્થોનીને નામે વેપારી પાસે 11 કરોડ માગનારને 5 દિ’ના રિમાન્ડ - Alviramir

તપાસ:એન્થોનીને નામે વેપારી પાસે 11 કરોડ માગનારને 5 દિ’ના રિમાન્ડ

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

રવિ દેવજાની

  • એન્થોની સહિતની ગેંગ સાથે આરોપીના સંપર્કની તપાસ થશે
  • ​​​​​​​ખંડણી માગનાર આરોપી રવિ દેવજાનીએ વેપારીને બતાવેલી 2 રિવોલ્વર સાથે 10 દિવસ દેવાસમાં કેમ રોકાયો તેની તપાસ થશે

અનિલ ઉર્ફે એન્થોનીના નામે સાડીના વેપારીને રિવોલ્વર બતાવી રૂા.11 કરોડની ખંડણી માંગનારા રવિ દેવજાનીને શનિવારે કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. પોલીસે આરોપી દ્વારા વેપારીને બતાવવામાં આવેલી બે રિવોલ્વર કબજે કરવા તેમજ આરોપીના એન્થોની સહિત ખંડણી ઉઘરાવતી કેટલી ગેંગો સાથે સંપર્ક છે તેની તપાસ હાથ ધરી છે.

આરોપી રવિ દેવજાની સામે ખંડણી માંગવાના ગુના શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. ત્યારે વેપારી પાસે ખંડણી માંગનારો આરોપી વિડિયો કોલમાં નવી એક્સ.યુ.વી.700 કારમાં બેઠો હતો. ત્યારે આરોપીએ આ લક્ઝુરીયસ કાર બીજા કોઈ પાસે ખંડણી માંગીને ખરીદી છે કે કેમ તેની પણ તપાસ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચ હાલ આરોપી દ્વારા વેપારી સાથે કરાયેલા કોલના સીમકાર્ડ, મોબાઈલ, કબજે કર્યાં છે. આ ઉપરાંત આરોપીએ જાતે આ ગુનો આચર્યો છે કે કોઈના કહેવાથી વેપારી પાસેથી ખંડણી માટે ફોન કર્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી રવિ દેવજાની ઈન્દોરના દેવાસ ખાતે 10 દિવસ રોકાયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચની એક ટીમ દેવાસ ખાતે જઈને પણ આ અંગે તપાસ હાથ ધરનાર છે. જેમાં આરોપીએ તે પોતાના મિત્રોને મળવા ગયો હોવાનું પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસે હવે આરોપીઓના મિત્રોની પણ શોધખોળ હાથ ધરી છે. સાથે આરોપી સાચું બોલી રહ્યો છે કે વધુ કોઇ ગુનાની વિગતો સામે આવશે તે દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment